માળિયાના રેલ્વે સ્ટેન્ડ નજીકના ગ્રાઉન્ડમાં ૧.૭૨ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો
ઈંગ્લીશ દારૂ બોટલ ૪૮,૨૩૮ અને બીયર નંગ ૩૩,૪૩૨ સહીતના મુદામાલ પર બુલડોઝર ફેરવી દેવાયું
માળિયા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવાના આદેશ બાદ આજે માળિયા પોલીસ દ્વારા ૧.૭૨ કરોડના દારૂ-બીયરના જથ્થા પર રોડ રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો
માળિયા પોલીસ મથકમાં વિવિધ દરોડા દરમિયાન વિદેશી દારૂનો અને બીયરનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય જે મુદામાલ નાશ કરવાના કોર્ટના આદેશ બાદ આજે માળિયા પોલીસે દારુનો મુદામાલ નાશ કરવાની કાર્યવાહી કરી હતી જેમાં માળિયાના જુના રેલ્વે સ્ટેશન નજીકના અગરિયા હોલ પાસેના ખુલ્લા મેદાનમાં માળિયા પીએસઆઈ જે ડી ઝાલા અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં કુલ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૪૮,૨૩૮ અને બીયર નંગ ૩૩,૪૩૨ સહીત કુલ કિ.રૂ.૧,૭૨,૦૨૧૦૦ નો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો પોણા એ કરોડ જેટલી કિમતના દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરતા રીતસરની દારૂની નદીઓ વહી હતી