સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

વાંકાનેર પોલીસે જપ્ત કરેલા ૨૫ વાહનોની હરાજી કરાઈ :કુલ ૧.૧૮ લાખની આવક થઇ

વાંકાનેર :સીટી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ વિવિધ વાહનોની હરાજી કરવા માટેની સુચના મળતા ૨૫ વાહનોની હરાજી કરવાથી કુલ ૧.૧૮ લાખની આવક થઇ હોવાની માહિતી મળે છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એકાઉન્ટ રાઈટર હેડ હસ્તકના વાહનો પૈકી એમવીએ ૨૦૭ મુજબ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન ડીટેઈન કરેલ વાહનો વાંકાનેર એકજી મેજી કચેરીના પત્ર અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ વાહનોના નિકાલ માટે હરાજી યોજવામાં આવી હતી જેમાં ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઈ એમ જે ધાંધલ દ્વારા મોટર સાયકલ ૨૧, છકડો રીક્ષા ૧ અતુલ રીક્ષા ૧ અને સીએનજી રીક્ષા ૧ તેમજ ટાટા મેજિક ૧ મળી કુલ ૨૫ વાહનોની હરાજી કરવામાં આવી હતી

   હરાજીમાં અપસેટ પ્રાઈઝ નક્કી કરી આ હરાજીમાં જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૧૪ વ્યક્તિઓએ ભાગલીધો હતો જેમાં વાહનોની જીએસટી સહીત કુલ ૧,૧૮,૦૦૦ માં ભંગારના ૨૫ વાહનો વેચાયેલ તેવી માહિતી વાંકાનેર સીટી પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

(10:50 pm IST)