સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રાન્સપોર્ટના માલિકે ડ્રાયવરને : બેફામ માર માર્યો :ગાંધીધામનો વિડિઓ વાયરલ

ચાલક છોડી મુકવાની વિનંતી કરી રહ્યો હોવા છતા ઢોર માર માર્યો

કચ્છના ગાંધીધામમાં એક ટ્રક ચાલકને ઢોરમાર મારવામા આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ થયો છે. ટ્રક પલ્ટી થઈ જતા ટ્રકના ચાલક ટ્રાન્સપોર્ટના માલિકે ઢોરમાર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, વીડિયોમાં ટ્રક ચાલકને માર મારવામાં આવી રહ્યો છે. ટ્રક ચાલક છોડી મુકવાની વિનંતી કરી રહ્યો હોવા છતા તેને માર મારવામાં આવી રહ્યો છેજોકે આ વિડિઓ ગાંધીધામનો છે કે કેમ તે અંગે સત્તાવાર પૃષ્ટિ મળતી નથી 

(6:33 pm IST)