સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th November 2019

‘મહા' તો ગયુ પરંતુ ખેડૂતો માટે ઉપાધી મુકતુ ગયુ

કમોસમી વરસાદનાં કારણે મગફળી, કપાસ, તલ સહિતના પાકને વ્‍યાપક નુકશાન

ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદથી પાકને થયેલ નુકશાન નજરે પડે છે. (તસ્‍વીરઃ ભરત દોશી-ઉપલેટા)

રાજકોટ તા.૭: છેલ્લા ઘણા દિવસોથી ‘‘મહા'' વાવાઝોડુ આવી રહ્યુ હોવાની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ પરંતુ આ વાવાઝોડુ ગુજરાત તરફ ન આવતા અને દિશા ફેરવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ‘‘મહા'' વાવાઝોડુ તો ન આવ્‍યુ પરંતુ વાવાઝોડાની અસર રૂપે વરસાદ વરસતા આ કમોસમી વરસાદના કારણે મગફળી,કપાસ, તલ સહિતના પાકને વ્‍યાપક નુકશાન થતા ખેડૂતો માટે ઉપાધી મુકતુ ગયુ છે.

મહા વાવાઝોડાની અસરને પગલે સમીસાંજે બોટાદના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો રાજકોટ,જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાની સાથે બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્‍યો છે.

વાવાઝોડાના પગલે બોટાદના કાલમેઘડા સહિતાના ગામોમાં ભારે વરસાદ વરસતાં ખેડૂતોને પાકમાં નુકશાન જાય તેવી ભીતિ છે. જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં કપાસ વાવ્‍યો હોવાથી તેને પારાવાર નુકશાન જાય તેવી શક્‍યતા છે.

ઉપલેટા

(ભરત દોશી દ્વારા)ઉપલેટાઃ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે ચોમાસા દરમ્‍યાન થયેલ અતિવૃષ્ટિના કારણે ખેતરમાં વાવેતર કરેલ મગફળી, કપાસ અને એરંડાના પાકને વ્‍યાપક પ્રમાણમા નુકસાન થયેલ છે. તેમજ મગફળીનો પાક બળી જતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. જયાં થોડી દ્યણી કળ વળી ત્‍યાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે પણ ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. મગફળી તો બગડી ગઈ છે પરંતુ પશુધન માટે દ્યાસચારો પણ કામ આવે તેમ નથી. ચારો પણ એટલી હદે બગડી જતા ખેડૂતોએ પશુધન નાછૂટકે વેચવાનો સમય આવ્‍યો હોય. કારણ કે તેનો નિભાવ ખર્ચ ખૂબ જ મુશ્‍કેલ હોય. ખાખીજાળીયા ગામના ખેડૂત દ્વારા સાત વિદ્યામાં મગફળીનું વાવેતર કરેલ. જેનો ખર્ચ તેને ૮૨૦૦૦ જેવો થયેલ. સામે નુકશાની સવા થી દોઢ લાખની થયેલ છે. બેંક માંથી લોન ધિરાણ લીધેલ હોય ખર્ચને પહોંચી વળવા બીજો ખેતી સિવાય તેની પાસે બીજો કોઈ આધાર નથી. ખેડૂતોના જણાવ્‍યા પ્રમાણે જો આમાં સરકાર દ્વારા કોઈ જ સહાય કરવામાં નહીં આવે કે વીમાકંપની દ્વારા વીમો પાસ કરવામાં નહીં આવે તો ખેડૂતોને દવા પી ને આપદ્યાત કરવાનો સમય આવશે એટલી હદે હાલત ખેડૂતોની ખરાબ થઈ ગઈ છે. જો ખેડૂતો આપદ્યાત કરશે તો એની જવાબદારી વીમા કંપનીની રહેશે. જયારે અન્‍ય બે ખેડૂતોએ પાંચ વિદ્યામાં વાવેલ એરંડા અને દસ વિદ્યામાં વાવેલી મગફળીને પણ વ્‍યાપક નુકશાન થવા પામ્‍યું છે. જેમના ખર્ચ સામે નુકસાની વધુ હોય. બેંકોના ધિરાણ લોન લીધેલા હોય. તેની ભરપાઈ કરી શકે એવી હાલતમાં ના હોય અને મગફળી સાવ ફેઈલ થયેલ છે. અતિવૃષ્ટિના વરસાદ બાદ ખેડૂતોને જયાં કળ વળે ત્‍યાં ફરી માવઠુ થતા ખેડૂતોનો દ્યાસચારો પણ નિષ્‍ફળ નીવડ્‍યો છે. ખેડૂતો દ્વારા અવારનવાર તંત્રને છેલ્લા એક મહિનાથી રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ખેતીવાડી અધિકારી આજ દિન સુધી કોઇ સર્વે કરવા નથી આવ્‍યા  કે નથી આવ્‍યા વીમા કંપનીવાળા. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતોની વાત કોઈ ધ્‍યાને લેતું ન હોવાથી ખુબજ હતાશામાં જીવી રહ્યા છે. રૂપાવટી નદીના પાણી હાલમાં પણ ખેતરે જવાના રસ્‍તાઓમા (ગારીઓમાં)  વહી રહ્યા છે જે ખુબજ નુકસાનકારક છે. દ્યૂંટણસમા પાણીને લઈને મોટરસાયકલ પણ નિકળી ન શકે તેથી ચાલતા જવું પડે છે. આવી વિકટ પરિસ્‍થિતિ જયારે વધુ વરસાદ હોય ત્‍યારે  દર વર્ષે દિવાળી પછી પણ એક મહિના સુધી રહે છે.આ અંગે ખાખીજાળીયા ગામના ખેડૂતોની સરકારશ્રી  પોતાની તકલીફો વહેલાસર દુર કરે અને પોતાને યોગ્‍ય ન્‍યાય આપે.

(11:22 am IST)