સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th November 2018

ટ્રકના હપ્તા ભરવા તથા ફેરા બાબતે લુહાર પિતા-પુત્ર પર ૪ શખ્સોનો હુમલો

ગોંડલમાં બનાવ : બાબુ કાવૈયા તેના બે પુત્ર જયદીપ અને બાલ તથા કેતન નામના શખ્સ સામે ગુનો

ગોંડલ તા ૭ : ગોંડલમા ં ટ્રકના હપ્તા અને ફેરા બાબતે લુહાર પિતા-પુત્રન ેચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે.

ગોંડલના ઉમવાળા ફાટક પાસે મારૂતિનગરમાં  રહેતા ઉદય પંકજભાઇ દાવડા લુહાર (ઉ.વ.૨૨) એ પોતાનો ટ્રક આશાપુરા સોસાયટીમાં રહેતા બાબુભાઇ ખુશાલભાઇ કાવૈયા ને આપેલ હોય અને તેના હપ્તા ભરવામાં આવ્યા ન હોય તેમજ તેના ફેરા ચાલુ રખાતા ઉદય તથા તેના પિતા એ બાબતે બાબુભાઇ સાથે વાતચીત કરતા તેઓ દ્વારા ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી માર મારવામાં આવતા  જેમાં બાબુભાઇ ના બે પુત્ર જયદીપ તથા બાલી અને એક કેતન નામનો  શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ આર.ડી.ઝાલાએ તપાસ  હાથ ધરી હતી. (૩.૭)

 

(12:39 pm IST)