સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th November 2018

પેઢલામાં વધુ એક બોગસ તબીબ પકડાયો

જેતપુર પંથકમાં ૪ મુન્નાભાઇ એમ.બી.બી.એસ.નો ભાંડો ફુટયા બાદ પોલીસની અવિરત ઝૂંબેશ

જેતપુર તા. ૭: જેતપુર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેમ પેઢલા ગામેથી વધુ એક ડિગ્રી વગરના તબીબને પોલીસે ઝડપી લીધો હતો.

લોકોના સ્વસ્થ્ય સાથે ડીગ્રી વગરના બની બેઠેલા ડોકટરો ચેડા કરતા હોય જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી ડી.વાય.એસ.પી.જે.એમ. ભરવાડના માર્ગ દર્શન હેઠળ શહેર પી.આઇ.વી.આર.વાણીયા તેમજ તાલુકા પી.એસ.આઇ. પી.જ. બાટવાની ટીમે શહેર તાલુકાના ડીગ્રી વગરના અથવા તો નેચરો થેરીપી, આર્યુવૈદીક  જેવી ડીગ્રીઓ હોય છતા એલોપેથીક દવાઓ અને ઇન્જેકશનો આપતા હોય તેવા ડીગ્રી વગરના ડોકટરોને પકડી પાડવા અભ્યાન હાથ કરાતા ગઇકાલે ૪ ડોકટરોને પકડી પાડયા બાદ ફરી તાલુકા પોલીસે પેઢલા ગામે રહેતા અને આજ ગામમાં પોતાની પાસે ડીગ્રી ન હોવા છતા પણ એલોપેથીક દવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે પોલીસે પેઢલા ગામે રેડ કરતા ડોકટરી પ્રેકટીશ કરતા અશ્વીનભાઇ ધનજીભાઇ મકવાણાને દવાઓ, ઇન્જેકશનો તેમજ મેડીકલ સાધનો સાથે વૈદીક વ્યવસાય ધારા મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

પોલીસના બોગસ ડોકટરે અભ્યાનથી ઘણાખરા બોગસ ડોકટરોએ દિવાળી પહેલાજ રજા પાળી પોતાના દવાખાના બંધ કરી દીધેલ.(૬.૧૧)

(12:32 pm IST)