ગોંડલમાં ખેડૂતોના પ્રશ્ને બેઠક મળી
શાપર વેરાવળ : ગુજરાતના ગામડા છેવાડાના ગામડા સુધી સંકળાયેલ વર્ષોથી ખેડૂતના હિત માટે કાર્ય કરતી અને લડત આપતી ખેડૂત હિત ધરાવતી તમામ ગુજરાતની સંસ્થાઓની ગોંડલ શહેરમાં સંસ્થાના જવાબદાર પદાધિકારીઓની બેઠક મળી. તેમાં મોટી સંખ્યામાં હાજર રહેલ પદાધિકારીઓ ખેડૂતમાં હાલમાં પડતી તકલીફો સમસ્યાઓની ચિંતા વ્યકત કરી જે સર્વાનુમતે ચિંતા વ્યકત કરવામાં આવી અને આગામી સરકાર દ્વારા માગણીઓ બાબતે ખેડૂતોને રાહત કે સ્વીકારવામાં નહિં આવે તો સમગ્ર ગુજરાતમાં દરેક ગામડા ખેડૂતોનો સહકાર લઈ એક રાજય વ્યાપી આંદોલન સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. સંચાલન સિદ્ધાંત ખોખર, પંકજ પટેલ, નિલેશ માલવીયાએ કર્યુ હતું. આંદોલનની પ્રક્રિયા અને તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. મીટીંગ મળી તે તસ્વીર.