સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

ધોરાજીના આવેડા ચોક જેતપુર રોડ પાસે બિસ્માર રસ્તા ને કારણે લતાવાસીઓએ કર્યો ચક્કાજામ

દિવાળીના તહેવાર દરમિયાન જ સરકારી તંત્રના અધિકારીઓએ રસ્તાના કામ બંધ કરી દેતા પ્રજામાં વ્યાપી રહ્યો છે વિરોધ:અવેડા ચોક ખાતે ભાજપની ઓફિસની સામે સૂત્રોચાર મહિલાઓએ પોકાર્યા: મહિલા પોલીસે આઠ જેટલી મહિલાઓને અટકાયત કરી હતી

ધોરાજી;-ધોરાજીના  આવેડા ચોક જેતપુર રોડ પાસે બિસ્માલ રસ્તાને કારણે લતાવાસીઓએ  ચક્કાજામ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો ચકા જામ કરી રહ્યા છે છતાં તંત્રની આંખ ઊઘડતી નથી
ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેટ હાઇવે આવેલા છે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ચોમાસાના કારણે આ વિસ્તારનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે ત્યારે સરકારી બાબુઓએ ફેવર રોડ અથવા તો ડામોરના થીગડા તાત્કાલિક મારવા જોઈએ પરંતુ માટી નાખતા જાદવ કીચડ અને ધૂળની ધમરીથી તો રાજી રાખો ધોળીયો બની ગયું છે આવા સમયે જેતપુર રોડ ઉપર બે થી ત્રણ વખત ચકા જામ થઈ ગયા છે છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી
આ સમયે છેલ્લા ભાજપના આગેવાને તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ બાબતે જણાવતા તાત્કાલિક ત્રણેય સ્ટેટ હાઇવે ની ફેવર રોડના કામ બાબતે ગ્રાન્ટ ફાળવી દીધી છે અને તાત્કાલિક કામ શરૂ કરવાનું જણાવેલું હતું પરંતુ સ્થાનિક જેતપુરના માર્ગ અને મકાન વિભાગના અધિકારીની આળસ તેમજ વહીવટી કામની બેદરકારીને કારણે કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દેતા નવરાત્રી અને દિવાળીના સમયમાં લોકો પરેશાન થઈ ગયા છે
સમગ્ર ધોરાજી ધુડ્યું બની જતા નવરાત્રી અને દિવાળીનો તહેવાર હિન્દુ સમાજ માટે બગડી ગયો
ગાંધીનગર થી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સૂચના હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના સ્થાનિક અધિકારીઓ ની બેદરકારીને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ થઈ રહી હોય તેવું ધોરાજીમાં જોવાઈ રહ્યું છે
ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાના કારણે ભાજપના આગેવાનો મૌન થઈને બેઠા છે
આવા સમયે પુરુષોએ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરતા હતા પરંતુ કંઈ વળ્યું નહીં અંતે મહિલાઓ રણચંડી બનીને ધોરાજીનો અવેડા ચોક જેતપુર રોડને ચક્કાજામ કરી દેતા મામલોબગડી ગયો હતો અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસની સામે જ મારી સુત્રો પોકારતા તાત્કાલિક પોલીસ તોડી ગઈ હતી અને રસ્તાને ચકાજામમાંથી તાત્કાલિક મહિલાઓને સાઈડમાં ફેસેલીને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યું હતું
આ સમયે મહિલાઓએ અપદ્ર ભાષા સાથે ભારે રોજ પ્રગટ કરતા તાત્કાલિક ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ મહિલા પોલીસ ની મદદ લઈ આંઠ જેટલી મહિલાઓની અટકાયત કરી હતી
છેલ્લા ત્રણ ચાર વખત ચકાજામ થયા બાદ તંત્ર દ્વારા રોડ રસ્તા નું કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરો ભાગી જતા ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાવડ રોડ સ્ટેટ હાઇવેમાં આવે છે છતાં સરકારના આદેશનો ઉલાળીયો કરતા સ્થાનિક અધિકારીઓ ભાજપની સરકારને બદનામ કરતા હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ મહિલા સ્ટાફ સાથે તાત્કાલિક દોડી આવતા મામલો શાંત થયો હતો

(8:47 pm IST)