જુનાગઢનો શખ્સ પાસામાં
જુનાગઢ તા.૭: મધુરમના પ્રોહી બુટલેગર શીવાંગ રાજુભાઇ મહેતા બ્રાહ્મણ (ઉ.૨૭) ધંધો ફોટોગ્રાફી રહે.મધુરમ સુદામા પાર્ક-૨, રાધે એપાર્ટમેન્ટ પાસે જુનાગઢ વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ જે.જે.ગઢવી તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ નિકુલ એમ.પટેલ તથા પોલીસ હેડ. કોન્સ. જીતેષ એચ.મારૂ, પ્રકાશ જે.ડાભી તથા પો.કોન્સ. દિપકભાઇ બડવાને સંયુકતમાં હકીકત મળેલ કે સદર પાસા વોરન્ટનો આરોપી હાલ એમ.જી રોડ ઉપર આવેલ આશુતોષ ફુટવેર નામની દુકાન પાસે હોવાની હકિકત આધારે સદરહુ જગ્યાએથી મળી આવતા હસ્તગત કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ.જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ.નિકુલ એમ.પટેલ તથા પો.હેડ.કોન્સ.જીતેષ મારૂ, પ્રકાશ જે.ડાભી તથા પોલીસ કોન્સ.દિપકભાઇ એન.બડવા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.