સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

દુર્ગાવતી દેવીનો જન્મદિવસ

ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની દુર્ગાવતી દેવી નો આજે જન્મ દિવસ છે.

દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી)  ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની હતા. તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા બન્યા હતા, અને તેઓ ક્રાંતિકારી ભગવતીચરણ વોહરાના પત્નિ હતા તેથી હિંદુસ્તાન રીપબ્લિકન એશોસિયેશનના અન્ય સભ્યો તેમને ભાભી કહીને સંબોધતા હતા અને આમ તેઓ ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભી વડે જાણીતા બન્યા હતા.

તેમનો જન્મ   ઉતર પ્રદેશના શજાદપુરા ગામ જે હવે (કૌશાબી જીલ્લામાં આવે છે) પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ, વડનગરા નાગરને ત્યાં ૭ ઓકટોબર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમના પિતા એક નિવૃત્ત જજ હતાં. દુર્ગાદેવીની માતા દુર્ગાદેવીના નાનપણમાં જ અવસાન પામેલા. માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન ભગવતીચરણ વોહરા, વિસનગરના વતની સાથે થયા હતા.

દુર્ગા ભાભીને ભારતની 'આયર્ન લેડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે જે પિસ્તોલથી ચંદ્ર શેખર આઝાદે શૂટિંગ કરીને પોતાનું બલિદાન આપ્યું હતું, તે પિસ્તોલ દુર્ગાભાભીએ આઝાદને આપી હતી.

દુર્ગાભાભી સ્વાતંત્ર્ય સેનાનીઓના મુખ્ય સાથી હતા. લાલા લાજપત રાયના મૃત્યુ પછી ભગતસિંહે સોન્ડર્સને મારી નાખવાની યોજના બનાવી હતી.

સોન્ડર્સ અને સ્કોર્ટનો બદલો લેવા આતુર દુર્ગા ભાભીએ ભગતસિંહ અને તેમના સાથીઓને વિજયતિલક લગાવીને બદલો લેવા માટે મોકલ્યા હતા. આ હત્યા પછી અંગ્રેજો તેની પાછળ પડ્યા હતા.

ક્રાંતિવીર ભગતસિંહ અને સુખદેવે બ્રિટિશ ઓફિસર જ્હોન સેન્ડર્સની ગોળી મારી હત્યા કરી નાંખી. તે પછી તેમને છુપાવવાનું સ્થળ આપનાર દુર્ગાભાભી હતાં.

નોંધપાત્ર વાત એ છે કે અગાઉ ભગતસિંહ અને બટુકેશ્વર અંગ્રેજ શાસનની વિરુદ્ધમાં કેન્દ્રીય એસેમ્બલી પર બોમ્બ ફેંકવા માટે નીકળ્યા ત્યારે દુર્ગાભાભી અને સુશીલા મોહનને પોતાના હાથના કાંડાની નસ કાપીને પોતાના લોહીથી એ બંને ક્રાંતિવીરોને તિલક કર્યું હતું.(૯.૬)

લેખન

આ.સી.પ્રો ડો સચિન જે પીઠડીયા

 ઞ્.ચ્.લ્ ર્ઘ્શ્રીસ્નસ્ન ૨

 સરકારી વિનયન કોલેજ ભેંસાણ

(2:04 pm IST)