જુનાગઢશ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના રાસોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઇ બાઇકના ઇનામ અપાયા
જુનાગઢ શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બાલજી ફાર્મ ખાતે બ્રહ્મ પરિવાર માટે ફ્રી માં આયોજન કરાયુ હતુ. જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિતશર્મા અને પ્રોજેકટ ચેરમેન રૂપલબેન લખલાણી તેમજ શૈલેષભાઇ રવિયા શાષાીન રેન્દ્રભાઇ જોષી અને છેલભાઇ જોષી હસુભાઇ જોષી,અને તેની સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ અને નવરાત્રીના ફાઇનલમાં પ્રિન્સ તરીકે વિમલભાઇ શીલુ અને પ્રિન્સેસ તરીકે જાન્હાવીબેન દવેએ મેદાન મારતા આ બંન્ને ખેલૈયાઓને કથાકાર મહાદેવ પ્રસાદ મહેતા અને આયોજકો અને મયુર દવે (લોકગાયક)ની ઉપસ્થિતિમાં ઇબાઇકના ઇનામો આપતા તસ્વીરમાં નજરે પડે છે. તેમ પ્રવકતા શૈલેષભાઇ પંડયાએ જણાવ્યું હતું. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)