સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

બોટાદમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વિજ્યા દશમીનું શસ્ત્ર પુજન

 બોટાદ : વિજ્યા દશમિ પ્રસંગે સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાના નિવાસ સ્થાને શસ્ત્ર પુજનનો કાયક્રમ યોજાયેલ. તેમાં સુપાત્ર ગોરદેવ દ્વારા સાશસ્ત્રોક વિધીથી શસ્ત્ર પુજન કરવામાં આવેલ.  સામતભાઈ જેબલીયાના પ્રમુખ સ્થાને તેમના નિવાસ સ્થાને  શસ્ત્ર પુજનનો કાયઁકમ યોજાયેલ. તેમા કાઠી ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો પુર્વ એપીએમસીના ચેરમેન જોરૃભાઈ ધાધલ તરઘરવાળા, કુંભારા દરબાર ભોજભાઈ ખાચર, પ્રતાપભાઈ ખાચર છૈડાવાળા, મેંદુભાઈ ધાધલ રેફડાવાળા, વિજયભાઈ બી, ખાચર હડદડવાળા,  અનિલભાઈ માંજરીયા કાનિયાડવાળા,  દશરથભાઈ કરપડા રામપરડાવાળા, લાલભાઈ બોરીચા, રવિરાજભાઈ જેબલીયા તરઘરાવાળા, બટુકભાઈ ખાચર ઘોઘાસમડીવાળા, ઘુઘાભાઈ ખાચર પાટીયાળીવાળા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પુજનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

(12:37 pm IST)