સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની નરેન્દ્રભાઇના હસ્તે સ્થાપના કરાશે

વાંકાનેર તા. ૫ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી ( અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની દિવ્ય હનુમાનજી મહારાજની મૂર્તિ બની રહેલ હતી જે સાળગપુર મુકામે લાવેલ છે.

 જે મૂર્તિ ૩૦ હજાર કિલો મૂર્તિનું વજન છે અને આશરે છ કરોડના ખર્ચે આ મૂર્તિ બનેલ છે જે મૂર્તિ ના દર્શન પાંચ કિલોમીટર દૂરથી પણ થશે અને સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમા ભાવ દર્શન માટે રાખવામાં આવશે મૂર્તિ ની આસપાસ ત્રણ ગાર્ડન બનાવવામા આવી રહયા છે જે અદભુત મૂર્તિ હરિયાણાના શિલ્પીઓએ સુંદર મૂર્તિ બનાવેલ છે.

જે મૂર્તિ નામકરણ વિધિ તથા ભાવ દર્શન માટે દિવાળી આસપાસ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાવન સાનિધ્યમાં થશે તૅમજ વડતાલના ગાદીપતી આચાર્યશ્રી પ પુ ધ ધૂ ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન નિશ્રામા થશે તૅમજ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, ગીર, હાલાર અનેક જગ્યાએથી સંતો પધારશે તૅમજ વિશાળ સંખ્યામા ભકત સમુદાય પધારશે આ કાર્યક્રમ દિવાળીના તહેવાર આસપાસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને થશે . તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવેલ છે.

(11:55 am IST)