સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

તળાજાના સરતાનપર ગામે બે જુથો વચ્ચે ધીંગાણું :ત્રણ મહિલા સહિત ૧૩ લોકો ઘાયલ :પોલીસ કાફલો પહોંચ્યો

 

તળાજાના સરતાનપર (બંદર) ગામે બારીયા અને મકવાણા પરિવારના સભ્યો વચ્ચે  ધીંગાણું થયું હતુ. જેમાં ૧૩ મહિલા સહિત ૧૩ને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવમાં ઇજાગ્રસ્તોને  વાહનો અને તળાજા ૧૦૮ના ઈએમટી દિનેશ દિહોરા,પાયલોટ ઋષિરાજસિંહ સરવૈયા દ્વારા તળાજા રેફ્રલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં રાજુ ભટુરભાઈ બારીયા, મુના ભટુરભાઈ બારીયા,વિપુલ ભટુરભાઈ બારીયા, વિજય ભટુરભાઈ બારીયા, શિવુબેન ભટુરભાઈ બારીયા, ભાવેશ મથુરભાઈ બારીયાને ઈજાઓ થતા સારવાર આપવામાં આવી હતી.

  સામાપક્ષે ભાવેશ રામજીભાઈ મકવાણા,રામજી શિબાભાઈ મકવાણા, ભરત વિક્રમભાઈ મકવાણા,વિક્રમ શિબાભાઈ મકવાણા,હેતલબેન શિબાભાઈ મકવાણા,ભગીરથ શિબાભાઈ મકવાણા, જમનાબેન વિક્રમભાઈ મકવાણાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા તળાજા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડયો હતો.

(1:13 am IST)