સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીથી રિક્ષા ચોરી કરનાર રાજકોટનો દિલીપ છનિયારા પંચાસરા ચોકડી નજીકથી ઝડપાયો

વર્ષ ૨૦૧૭ માં મોરબીમાં સી.એન.જી. રિક્ષા ચોરીના ગુન્હામાં ઝડપાયેલ

 

મોરબીના ક્રિષ્ના હોસ્પિટલ સામેથી ચોરી કરનાર શખ્સને મોરબ ડીવીઝન પોલીસે ચોરીની રિક્ષા સાથે પંચાસર ચોકડી નજીકથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મોરબી જીલ્લા પોલિયા વડા ડો.કરનરાજ વાધેલા તથા ડીવાયએસપી ડી.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. વી. આર. શુક્લ ,ભાવેશભાઈ મિયાત્રા અને ભરતભાઈ ખાંભરા સહિતની ટીમ વાહન ચેકિંગમાં હોય દરમિયાન એક સી.એન.જી. રિક્ષા શંકાસ્પદ હાલતમાં હોવાની બાતમીના આધારે તપાસ કરતા પંચાસર ચોકડી પર હોય દરમિયાન રિક્ષા નીકળતા તેને રોકી તલાસી લેતા રિક્ષા ચાલકે પોતાનું નામ દિલીપભાઈ દેવરાજભાઈ છનીયારા ( રહે-રાજકોટ વાળા) પાસે રિક્ષાના કાગળો માંગતા પોતાની પાસે હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછપરછ કરતા રિક્ષા ગત તા.૧૨-૦૯-૨૦૧૯ ના રોજ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા મોરબી ડીવીઝન પોલીસે ધોરણસરની અટક કરી કાયવાહી હાથ ધરી છે.તેમજ આરોપી આગાઉ વર્ષ ૨૦૧૭ માં મોરબી ડીવીઝન પોલીસ મથકમાં સી.એન.જી. રિક્ષા ચોરીના ગુન્હામાં ઝડપાયેલ છે

(12:45 am IST)