સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

હળવદમાં હડકાયા કૂતરાનો આતંક: બાળકો સહીત ૧૫ને બચકા ભર્યા: નવ લોકોને સારવાર માટે મોરબી ખસેડાયા

હળવદમાં ખારીવાડી, મહાદેવપરા અને વાડી વિસ્તારમાં બે દિવસથી હડકાયા કુતરાએ આતંક મચાવ્યો

 

મોરબી પંથક અને જીલ્લામાં શ્વાનોનો આતંક સતત વધતો જોવા મળે છે અને તાજેતરમાં હળવદ પંથકમાં બે દિવસમાં ૧૫ લોકોને શ્વાને બચકા ભર્યા હોય જેથી સારવાર માટે હળવદ તેમજ મોરબી હોસ્પિટલ ખસેડાયા છે

    હળવદમાં ખારીવાડી, મહાદેવપરા અને વાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને બે દિવસમાં કુલ ૧૫ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા હોય જેમાંથી નવ લોકોને  સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં વસંત નરસિંહ (..૧૪), જયંતી ધોળાભાઈ (..૪૦), મનસુખ ત્રિભોવનભાઈ (..૪૫) જયશ્રીબેન પ્રતાપભાઈ (..૦૩), ખરમત ચતુર (..૫૩), ઈશ્વર ડુંગરભા (..૦૬) પઝાબેન ચંદેશ (3. વર્ષ), રસિક ગોવિંદ (..૦૪) ને ચંપાબેન (..૩૫) એમ નવ દર્દીઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા છે તો શ્વાનોના આતંકથી નાગરિકોમાં રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે

(12:40 am IST)