સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીમાં ૨૧ કિલો ગાંજા કેસમાં મુખ્ય સુત્રધાર ખાખરેચી દરવાજા પાસેથી ઝડપાયો: રિમાન્ડ મેળવવા તજવીજ

 

મોરબી પંથકમાં એલસીબી અને એસઓજી ટીમે ૨૧ કિલો ગાંજા સાથે એક શખ્શને ઝડપી લીધા બાદ મુખ્ય સુત્રધારનું નામ ખુલ્યું હોય અને આરોપીને ઝડપી લેવા એસઓજી ટીમ કાર્યરત હતી દરમિયાન ખાખરેચી દરવાજા પાસેથી મુખ્ય સુત્રધારને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમે સુરતથી ગાંજાનું પાર્સલ આવ્યું હોવાની બાતમીને આધારે શ્રીજી ટ્રાવેલ્સ ઓફીસમાં આરોપી જુબેર અબ્દુલ મનસુરી (..૩૫) રહે મેમણ શેરી, દરિયાલાલ મંદિર સામે મોરબી વાળાને ઝડપી લઈને ૨૦ કિલો ૨૪૫ ગ્રામ ગાંજાનો જથ્થો કીમત રૂ ,૨૧,૪૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને આરોપી સામે એનડીપીએસ કલમ ૨૦ (બી) ૨૯ મુજબ ગુન્હો ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોય અને ગાંજાનું પાર્સલ આરોપી અહેમદ ઉર્ફે આમદ ઉર્ફે ભૂરો સતારબહિ કાસમાણી (..૩૮) રહે મોરબી કુબેરનાથ રોડ મોચી શેરી સામે વાળાને ખાખરેચી દરવાજા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

  ઝડપાયેલ આરોપી અહેમદ ઉર્ફે આમદ ઉર્ફે ભૂરો સતારભાઈ કાસમાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અગાઉ આરોપી ૨૦૧૧ માં ગાંજા પ્રકરણમાં તેમજ તે ઉપરાંત પ્રોહીબીશનના ગુન્હા , જુગારના ગુન્હા અને મારામારીના કેસમાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

 

(12:38 am IST)