સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીના જીલ્લા પંચાયત નજીક વૃક્ષ ધરાશાયી:રીક્ષા માથે વૃક્ષ ખાબક્યું : વીસી ફાટક તરફ જતો રસ્તો બંધ

જીઇબી ટીમે વીજ વાયરો કટ કરીને વૃક્ષ રોડ પરથી ખસેડવાની કામગરી શરૂ કરી

મોરબી જીલ્લા પંચાયત કચેરી સામેના ભાગે વૃક્ષ ધરાશાયી થયું હતું સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી જોકે અહી એક રીક્ષા પડી હોય અને વૃક્ષ તેની ઉપર તૂટી પડતા રીક્ષા દબાઈ જવા પામી હતી અને રીક્ષામાં પણ નુકશાન થવા પામ્યું છે વૃક્ષ તૂટીને રસ્તા પર પડ્યું હોય અને આ રસ્તો વીસી ફાટક તરફ જતો શહેરનો મુખ્યમાર્ગ હોય જેથી વૃક્ષ સમયસર ઉપાડી લેવામાં ના આવે તો ટ્રાફિકને અસર કરી સકે તેમ હોવાથી તુરંત તંત્ર હરકતમાં આવ્યું હતું અને જીઇબી ટીમે વીજ વાયરો કટ કરીને વૃક્ષ રોડ પરથી ખસેડવા માટેની આગળની વિધિ તંત્ર દ્વારા કરવામાં આવી હતી

(12:32 am IST)