સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીના લાલપર નજીક હોટલ સંચાલકે કામ કામ બાબતે કામદાર પર છરી વડેહુમલો કર્યો

પટેલ ડાઇનિંગ હોલવાળા જીતેન્દ્ર પટેલે તું કામ કરતો નથી કહીને હિરેન સોનીને છરી મારી

 

મોરબીના લાલપર નજીક હોટલ સંચાલકે કામ કરતા શ્રમિકને કામ કરવા બાબતે છરી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

  મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના વડીયા તાલુકાના રહેવાસી અને હાલ લાલપર પટેલ ડાઈનીંગ હોલમાં રહેતા હિરેન અમૃતલાલ સોની નામના યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીતેન્દ્ર છગનભાઈ પટેલે તેને તું કામ કરતો નથી કહી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી પટેલ ડાઈનીંગ હોલ પાસે ડીલક્ષ પાન પાસે ઉભો હોય ત્યારે છરી વડે માર મારી ઈજા કરી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:28 am IST)