સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબી પંથકમાં અપમૃત્યુના બે બનાવ: યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો :વિસીપરામાં વીજશોર્ટ લાગતા બાળકીનું કરૂણમોત

બગથળા ગામે દાઝી જતા યુવાનને હોસ્પિટલ ખસેડાયા

 

મોરબી પંથકમાં અપમૃત્યુના વધુ બે બનાવમાં વાવડી રોડ પરના રાધાપાર્ક વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જયારે વિસીપરામાં બાળકીને વીજશોક લાગતાં તેનું મોત થયું છે.

 મોરબીના ધરમપુરની રહેવાસી રિયા સંજયભાઈ કોળી (..૦૭) નામની બાળકીને વિસીપરા કુલીનગરના નાકે થાંભલામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત થયું છે જયારે અન્ય બનાવમાં વાવડી રોડ પરના રાધાપાર્કમાં રહેતા ધર્મેન્દ્ર વિજય મકવાણા (..૩૪) વાળા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવને પગલે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

 મોરબીના બગથળા ગામના રહેવાસી કિશોરભાઈ ભવાનભાઈ થારેસા (..૩૦) નામના યુવાન સાંજના સુમારે પોતાના ઘરે ચા બનાવતી વેળાએ શરીરે દાઝી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

(12:24 am IST)