સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : ખેડૂતોને નુક્શાનની ભીતિ

જુનાગઢ જીલ્લાના ગડુ શેરબાગ તથા આસપાસનાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા ગામોમાં વીજળીના કડકા સાથે વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે વિજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડુતોને ભારે નુકશાન થવાની ભીતિ છે.

(9:58 pm IST)