સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

અમરેલીના ખાંભાના મોટા બારમણમાં વૃક્ષોનું બેફામ કટિંગ: પચાસ વર્ષ જુના વૃક્ષોનો ઓથ વાળી દેવાયો

વૃક્ષ છેદન કરીને વન્ય જીવોના રહેઠાણમાં હસ્તાક્ષેપ છતાં તંત્ર મૂકપ્રેક્ષક

અમરેલીના ખાંભાના મોટા બારમણમાં બેફામ રીતે વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ  રાયડી ડેમ સાઈડ નજીકના પચાસ વર્ષ જુના વૃક્ષોનો ઓથ વાળી દેવાયો છે.

  સિંહ, મોર, દીપડા, ઝરખ સહિત તમામ પ્રાણીઓનો અહીં રહેણાંક વિસ્તાર છે. કેટલાક લોકો દ્વારા બેફામ વૃક્ષ છેદન કરીને વન્ય જીવોના રહેઠાણમાં હસ્તાક્ષેપ કરાઇ રહ્યો છે. વર્ષો જુના વૃક્ષોનો ઓથવાળી દેવા છતા તંત્ર પણ મૂકપ્રેક્ષક બનીને નિહાળી રહ્યું છે.તેમ જાણવા મળે છે 

(9:49 pm IST)