સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જેતપુરના દેરડીધારના આવાસ યોજનાના રહીશોએ કર્યો ચક્કાજામ

ભાદર નદીના બેઠા પુલ પરથી પાણીના પ્રવાહમાં દંપતી તણાઈ જતા ઊંચા પુલ બનાવવા માંગણી

જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઇન્દિરા આવાસ યોજનાના રહીશોએ ચક્કાજામ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ઇન્દિરા આવાસ યોજનાનું દંપતી ભાદર નદીના બેઠા પુલ પરથી પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા તણાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક મામલતદાર અને નગરપાલિકાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને દંપતીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ઇન્દિરા આવાસ યોજનાના રહીશોએ ચક્કાજામ કરી ઊંચા પુલની માંગણી કરી હતી. તેમજ ગુમ દંપતીના બાળકોને સરકારી સહાય આપવાની માંગણી કરી હતી.

(9:10 pm IST)