સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

દ્વારકાથી બેટ દ્વારકા જવાનો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં: મસમોટા ખાડાથી વાહન ચાલકોને મુશ્કેલી

હજારો યાત્રીકો, અપડાઉન કરતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓને પરેશાની

દ્વારકા : યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકા જવાનો નેશનલ હાઇવે અકસ્માતને આમંત્રણ આપતો બિસ્માર રોડ બની ગયો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.

  રસ્તાની બિસ્માર હાલતને કારણે દરરોજ હજારો યાત્રીકો પોતાના પ્રાઇવેટ વાહનો લઇને આ રોડ પરથી મહામુસીબતે પસાર થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે

  ઓખા મિઠાપુરથી અપડાઉન કરતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ રસ્તાને લઇને ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાનું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(9:08 pm IST)