સુરેન્દ્રનગરમાં ગરબીમાં રાત્રીના ૫ રાઉન્ડ ફાયરીંગ
વઢવાણ, તા. ૭ :. સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં ગરબીની રોનક રહે છે, કયાં ને કયાંયથી લોકો અને બહેનો જ્યાં ગરબે ઘુમવા રમવા માટે આવે છે એવા સુરેન્દ્રનગર શહેરના અંબિકા માઈ મંદિર ખાતે ચાલુ ગરબી હતી ત્યારે અજાણ્યો શખ્સ અચાનક જ ગરબીમાં આવી ચડયો હતો.
જાણવા મળતી વિગતોમાં આ શખ્સે ગરબીમાં યુવતીઓની છેડછાડ પણ કરી હતી અને બાદમાં લોકો દ્વારા આ શખ્સને ટપારતા આ શખ્સે છેડતીની આ ઘટના અને મામલા બાદ પાંચ રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ત્યારે પોલીસ તંત્રને જાણકારી મળતા અંબિકા માઈ મંદિરે આવી ગરબી પણ બંધ કરાવવા માટેની ફરજ પડેલ હતી. આમ છતાં હાલ આ ઘટનામાં પુછપરછ એ-ડિવીઝન પોલીસ મથકમાં કરાતા આ ઘટનાને સમર્થન આપવામાં આવ્યુ નથી.
ત્યારે સીસીટીવી ફુટેજ નાખવામાં આવેલા કેમેરાઓમાં ઘટના શું કેદ છે કે કેમ ? હાલમાં પોલીસ ઘટનાની રાહમાં તપાસ કરી ફરીયાદ નોંધવાની પણ તજવીજમાં રહેલી છે. આ શખ્સ કોણ છે ? બંદુક કયાંથી આવી ? અને છેડતીના મામલા બાદ ફાયરીંગ પણ થયાની ઘટના લોકોમાં ચર્ચાનો હાલ વિષય બની છે ત્યારે તપાસ તો હાલ ચાલુ છે. કાયદો વ્યવસ્થા કથળી છે જેની પણ લોકચર્ચા હાલ ચાલી રહી છે.