સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

કાલે દશેરાઃ ચોપડા ખરીદવા-ઓર્ડર આપવાના શુભમુહુર્તોઃ ૨૭મીએ દિવાળી

જૂનાગઢ, તા. ૭ :. શહેર તથા જૂનાગઢ જીલ્લામાં આદરણીય સ્થાન ધરાવતા વૈષ્ણવ સંપ્રદાય તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના જ્યોતિષી શ્રી દિનેશકુમાર અનંતરાય ભટ્ટએ (જૂનાગઢ નિવાસી) દશેરા (વિજયા દશમી) શરદ પૂનમ તેમજ પુષ્યયોગ, ધનતેરસ, શારદાપૂજન તેમજ ચોપડા ખરીદવામાં શુભમુહુર્તો આપેલ છે. પ્રસિદ્ધ જ્યોતિષ દિનેશકુમાર અનંતરાય ભટ્ટએ જૂનાગઢના પ્રસિદ્ધ કાગદી પૂજા સ્ટેશનર્સ, માલીવાડા રોડ, જૂનાગઢના પ્રયાસોથી નીચે મુજબ આપેલા છે.

દશેરા (વિજયા દશમી):- સંવત ૨૦૭૫ આસો સુદી દશમ મંગળવાર તા. ૮-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે. વેપારી વર્ગ દેવમંદીર તેમજ ક્ષત્રિયોએ આ દિવસે સમીપૂજન કરવું. દશેરા (વિજયા દશમી)ના ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૯ કલાકે ૩૮ મીનીટથી બપોરે ૨ કલાક ૨ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૩ કલાક ૩૦ મીનીટથી ૪ કલાક ૫૮ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ રાત્રે ૭.૦૦ કલાક ૫૮ મીનીટથી રાત્રે ૯ને ૩૦ મીનીટ સુધી.

શરદ પૂનમઃ- સંવત ૨૦૭૫ આસો સુદી પૂનમ રવિવાર તા. ૧૩-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે. શરદપૂનમના ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવામાં શુભ મુહુર્તો સવારે ૮ કલાક ૧૧ મીનીટથી બપોરના ૧૨ કલાક ૩૨ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૧.૦૦ કલાક ૫૯ મીનીટથી બપોરે ૩ કલાક ૨૬ મીનીટથી બપોરે ૨૬ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ સાંજે સૂર્યાસ્ત પછી ૬ કલાક ૨૦ મીનીટથી રાત્રે ૧૦ કલાક ૫૯ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયું.

પુષ્ય નક્ષત્રઃ- સંવત ૨૦૭૫ આસો વદી નોમ મંગળવાર તા. ૨૨-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે. ઉધ્યાત પુષ્ય નક્ષત્ર મંગળવારે છે. સવારે ૯ ને ૪૧ મીનીટથી બપોરે ૧ કલાક ૫૯ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૩ કલાક ૨૫ મીનીટ સુધી બપોરના ૪ને ૫૧ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ રાત્રે ૭ કલાક ૫૧ મીનીટથી ૯ કલાક ૨૫ મીનીટ સુધી લાભ ચોઘડીયું.

ધનતેરસઃ- લક્ષ્મીપૂજન ચોપડા ખરીદવા ગાદી બીછાવવા વગેરેના શુભ મુહુર્તોઃ  આસો વદી બારસ શુક્રવારના રોજ તા. ૨૫-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે. ધનતેરસનો પ્રારંભ તા. ૨૫-૧૦-૨૦૧૯ના રોજ સાંજે ૭ કલાક ૯ મીનીટથી પ્રારંભ થાય છે, તે બીજા દિવસે એટલે કે શનિવાર તા. ૨૬-૧૦-૨૦૧૯ બપોરના ૩ કલાક ૪૮ મીનીટ સુધી રહેનાર છે. ધનતેરસના મુહુર્તો ધનતેરસ શુક્રવારે સાંજે ૭ કલાક ૯ મીનીટ પછી શરૂ થાય છે તેથી શુક્રવાર સાંજના મુહુર્તો રાત્રે ૯ કલાક ૨૦ મીનીટથી ૧૦ કલાક ૫૫ મીનીટ સુધી લાભ ચોઘડીયુ તેમજ રાત્રે ૧૨ ને ૩૦ મીનીટથી વહેલી સવારે ૫ કલાક ૧૫ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયા તેમજ બીજે દિવસે શનિવારથી સૂર્યોદય પછી ૮ કલાક ૧૫ મીનીટથી સવારે ૯ કલાક ૪૦ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ બપોરે ૧૨ કલાક ૩૦ મીનીટથી બપોરે ૩ કલાક ૪૮ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયા પોતાની પરંપરા પ્રમાણે પૂજન કરવુ સવારે પૂજન કરનારે શનિવારે પૂજન કરવુ સાંજે પૂજન કરનારે શુક્રવારે સાંજ પછી કરવું.

 દિવાળીઃ- દિપોત્સવી શારદા પૂજનના વગેરેના શુભ મુહુર્તોઃ- સવંત ૨૦૭૫ આસો વદી ચૌદસ રવિવારના રોજ દિવાળી મનાવવામાં આવશે. દિવાળી આસો.વદી ચૌદસ બપોરે ૧૨ કલાક ૨૫ મિનીટ પદી દિવાળી મનાવવામાં આવશે. તા.૨૭-૧૦-૨૦૧૯ના રોજ રવિવારે મનાવવામાં આવશે. દિવાળીના મુહુર્તો બપોરે ૧ ને ૫૫ મિનીટથી બપોરે ૩ કલાક ૨૦ મિનીટ સુધી શુભ ચોઘડીયુ. ત્યારબાદ સાંજે સુર્યાસ્ત ૬ કલાક ૧૦ મિનીટથી રાત્રે ૧૦ કલાક ૫૫ મિનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયા તેમજ મોડી રાત્રે ૨ કલાક ૫ મિનીટથી રાત્રે ૩ કલાક ૪૦ મિનીટ સુધી લાભ ચોઘડીયુ તેમજ વહેલી સવારે ૫ને ૧૫ મિનીટથી ૬ કલાક ૫૦ મિનીટ સુધી એટલે કે સોમવારના સુર્યોદય પહેલા.

પ્રદોષકાળ પ્રમાણે સાંજે ૬ કલાકે ૯ મિનીટથી રાત્રે ૮ કલાક ૪૪ મિનીટ સુધી પ્રદોષકાળનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે સાંજે ૭ કલાક ૧૭ મિનીટથી રાત્રે ૯ કલાક ૧૫ મિનીટ સુધી વૃષભ લગ્ન ચોપડા પુજન માટે શ્રેષ્ઠ ગણાય છે.

નૃતન વર્ષ ચોપડામાં મિતી પધરાવવી તેમજ ગોવર્ધન પુજા અન્નકુટ ઉત્સવ વગેરેના શુભ મુહુર્તોઃ- સવંત ૨૦૭૬ કારતક સુદ એકમનો ક્ષય છે, વાર સોમવાર તા.૨૮-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે, હવેલી દેવમંદિરમાં અન્નકુટ ઉત્સવ મનાવવામાં આવશે.

ચોપડામાં મિતી પધરાવવાના મુહુર્તોઃ- આસો વદ અમાસ આ દિવસે એકમનો ક્ષય છે, તેથી સોમવારે સવારે ૯ કલાક ૪૦ મિનીટથી ૧૧ કલાક ૫ મિનીટ સુધી ચોપડામાંથી મિતી પધરાવવી.

ભાઇબીજઃ- સવંત ૨૦૭૬ કારતક સુદ બીજ મંગળવાર તા.૨૯-૧૦-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે.

લાભપંચમીઃ- સવંત ૨૦૭૬ કારતક સુદ પાંચમ શુક્રવાર તા.૧-૧૧-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે.

જલારામ જયંતિઃ- સવંત ૨૦૭૬ કારતક સુદ સાતમ રવિવાર તા.૩-૧૧-૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે.

દશેરા, શરદપુનમ, પુષ્યનક્ષત્ર,ધનતેરસ,દિવાળી, નુતનવર્ષ વગેરેના મુહુર્તો જૂનાગઢના પ્રખ્યાત જયોતિષી દિનેશકુમાર અનંતરાય ભટ્ટ સુર્યોદય, સુર્યાસ્તની ગણતરી કરીને આપેલા છે. તેમજ પ્રદોષકાળ વૃષભ લગ્ન ગણતરીપૂર્વક આપેલા છે વધુ વિગત માટે જૂનાગઢ કાગદી પુજા સ્ટેશનર્સ, માલીવાડા રોડ, જુની સેન્ટ્રલ બેંકની સામે, જુનાગઢ વાળા હિતેષભાઇ પારેખનો   મો.૯૯૦૪૦ ૩૪૨૧૧, ૯૯૪૩૨ ૨૫૭૩૨  ઉપર સંપર્ક કરવા  જણાવ્યુ  છે.

(3:46 pm IST)