સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

કંડલા સ્પે. ઇકોનોમિક ઝોન- કાસેઝમા સુરક્ષા કર્મીઓ ઉપર દિન દહાડે ઘાતક શાસ્ત્રો વડે હુમલો કરાતાં ચકચાર

(ભુજ) કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન કાસેઝ માં સુરક્ષા કર્મીઓ ઉપર કરાયેલા ઘાતક હુમલાએ ચકચાર સર્જી છે. અંદર એન્ટ્રીના મુદ્દે ના પાડતા અજાણ્યા શખ્સો દ્વારા સુરક્ષા કર્મીઓ ઉપર તલવાર અને લાકડીઓ વડે જાહેરમાં હુમલો કરાયો હતો. સીસી ટીવી કેમેરામાં હુમલાખોરો અને આ બનાવના દ્રશ્યો કેદ થયા છે. જેમાં ઘાતક હુમલો તેમ જ આ બનાવ દરમ્યાન અન્ય અવરજવર પણ થઈ રહી છે. સુરક્ષાની મોટી મોટી જાહેરાતો અને એલર્ટ વચ્ચે કંડલા બંદરે આવેલ સેઝમાં હુમલાખોરો ઘાતક હુમલો કરે અને સુરક્ષા કર્મીઓ પોતાના બચાવ માટે દોડધામ કરે એવા દ્રશ્યો તેમ જ પોલીસ જેવી સ્થાનિક સુરક્ષા એજન્સીની અસામાજિક તત્વો ઉપર ઓસરતી ધાક ઘણું બધું કહી જાય છે. ગત ૫ ઓક્ટોબરના બનેલ આ બનાવ સોશ્યલ મીડિયાને પગલે અત્યારે ચર્ચામાં આવ્યો છે.

(1:20 pm IST)