સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુરેન્દ્રનગર જિલ્લાના દારૂના ગુન્હાના આરોપીને જામનગર પોલીસે ઝડપ્યો

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલની સુચના મુજબ જીલ્લાના પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગેની ઝુંબેશના ભાગરૂપે પેરોલ ફર્લો સ્કોડના ઇ/ચા પો.સ.ઇ કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લખધીરસિંહ જાડેજા રણજીતસિંહ પરમાર તથા ગજેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે ના પ્રોહી બીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પ્રફુલભાઇ ઉર્ફે પાગો ખજુરીયાભાઇ ભદ્રા જાતે કચ્છી ભાનુશાળી (ઉ.વ ૩૩) રહે વિશ્રામવાડી ૫૪ દિ.પ્લોટ જામનગર વાળો હાલ ટાઉનહોલ પાસે ચાંદ્રા મોટર્સ પાસે છે.

હકીકત મળતા મજકુર આરોપીનેે પો.હેડ.કોન્સ. જી.બી.જાડેજાએ ધોરણસર અટક કરી સીટી બી પો.સ્ટે. ને હવાલે કરી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે જાણ કરેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના ઇ/ચા પો.સ.ઇ કે.કે.ગોહીલ તથા એ.એસ.આઈ વનરાજસિંહ વાળા, હંસરાજભાઇ પટેલ ધર્મન્દ્રસિહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. ચંદ્રસિંહ જાડેજા તથા લખધીરસિહ જાડેજા તથા રૂફૂશ્રફુસ્ન જાડેજા તથા કાસમભાઈ બ્લોચ તથા પો.કોન્સ મેહુલભાઇ ગઢવી,રણજીતસિંહ પરમારેે કરેલ છે.

(1:19 pm IST)