સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

અમરેલીના સાસદ શ્રી નારણભાઇ કાછડીયા પ્રેરીત

ગાંધી સંકલ્પ યાત્રાને સાવરકુંડલા વિધાનસભા ગામોમાં આવકાર-લોકો દ્વારા સ્વાગત સત્કાર કરાયા

આ યાત્રામાં ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહીતના આગેવાનો જોડાયા હતા

અમરેલી તા.૭: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે સમગ્ર દેશમા ''ગાધી સકલ્પ યાત્રા'' નો પ્રારંભ થયેલ છે ત્યારે અમરેલીના સાસદ નારણભાઇ કાછડીયાએ લોકોમા ગાંધીજીના જીવન મૂલ્યો અને તેમની પર્યાવરણ વિચારધારાનું સવર્ધન થાય તે હેતુ થી સમગ્ર અમરેલી સસદીય વિસ્તારમા તા.રજી ઓકટોબર થી ૧૫ મી ઓકટોબર સુધી પદયાત્રાનુ આયોજન કરેલ છે. જે અતર્ગત પદયાત્રા અમરેલી સસદીય વિસ્તારમા સમાવિષ્ટ સાવરકુડલા વિધાનસભઆ માથી પસાર થયેલ હતી. જેમા સાવરકુડલા માર્કેટીગ યાર્ડ ખાતે સતો, વડીલો અને સફાઇ કામદારોનુ સન્માન કરી સતો દ્વારા યાત્રાનુ પ્રસ્થાન કરાવવામાં આવેલ હતુ. ત્યારબાદ નાના ભમોદરા ગામે વૃક્ષારોપણ અને વડીલોનું સન્માન, જીરા અને આબા ગામે વડીલોનુ સન્માન અને આપાગીગાની જગ્યાના મહતનુ સન્માન કરી કાર્યકરો અને ગામલોકોને સબોધિત કરેલ હતા. આ યાત્રા ક્રમશઃ તા.૯ ના રોજ ધારી વિધાનસભા,૧૧ના રોજ રાજુલા વિધાનસા, ૧૩ના રોજ અમરેલી વિધાનસભા અને અતે તા.૧૫ના રોજ મહુવા વિધાનસભા માથી પસાર થશે.

સાવરકંુડલા માથી પસાર થયેલ આ સકલ્પ યાત્રામા ઇફકોના વાઇસ ચેરમેન દીલીપભાઇ સઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, મહામંત્રી કમલેશભાઇ કાનાણી, પૂર્વ ધારાસભ્યો, વી.વી.વઘાસિયા, મનસુખભાઇ ભુવા અને શ્રી બાલુભાઇ તંતી, અમર ડેરીના ચેરમેન, અશ્વિનભાઇ સાવલીયા, જીલ્લા સઘ ચેરમેન, મનીભાઇ સઘાણી, જીલ્લા ખ.વે.સઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદભાઇ દવે અને ડો.ભરતભાઇ કાનાબાર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયોત્સનાબેન અગ્રાવત અને મયુરભાઇ હીરપરા, રીતેષભાઇ સોની,આનદભાઇ ભટ, જયાબેન ગેલાણી, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોડલીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ વી.ડી.સોરઠીયા સહીત તાલુકા-શહેર મડળના પ્રમુખ-મહામંત્રીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી યાત્રામા જોડાયા હતા.

આ યાત્રાને સફળ બનાવવા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઇ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ પુનાલા ગજેરા,મહામત્રી જયસુખભાઇ સાવલીયા, માર્કેટીગયાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી, વાઇસ ચેરમેન મનજીબાપા તળાવીયા અને યાર્ડની સમગ્ર ટીમ તથા શ્રી જીવણલાલ વેકરીયા, શ્રી શરદભાઇ પડયા, શ્રી કિશોરભાઇ બુહા સહીતના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

(1:17 pm IST)