સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જેતપુર પાસે દેરડી રોડ પર બેઠા પુલ પર પુર આવતા બાઇકસ્વાર યુવક-યુવતી તણાયા

પાલીકા અને પોલીસની ટીમ દ્વારા મોડીરાત સુધી બંનેની શોધખોળ પણ પત્તો ન લાગ્યોઃ એન.ડી.આર.એફ.ટીમ દ્વારા બન્નેની શોધખોળ

જેતપુર તા. ૭ : જેતપુર પાસે દેરડી રોડ પર બેઠા પુલ પર ગતરાત્રે અચાનક પુર આવતા બાઇકસ્વાર યુવક-યુવતી તણાઇ ગયા હતા. પુરમાં તણાઇ ગયેલ બન્નેની રાતભર શોધખોળ કરાયા બાદ પતો ન લાગતા અંતે એન.ડી.આર.એફ.ટીમની મદદ લેવાઇ છે.

જાણવા મળતી વિગતો અનુસાર જશદણ, આટકોટ, વિંછીયા, શીવરાજપુર વિસ્તારોમાં ગત રાત્રીના ધોધમાર વરસાદ વરસતા સુરવો તેમજ ભાદર-૧ ના પાટીયા ખોલાતા પાણીનુ પુર આવતા શહેરમાંથી દેરડીની ધાર તરફ જવા માટે પસાર થતી નદી ઉપર બેઠો પુલ બનાવેલ તેની ઉપરથી પાણી જવા લાગતા બાઇક ઉપર ડબલ સવારીમાં જતા યુવક-યુવતિ પાણીના પુર વચ્ચે ફસાય જતા પાણીમાં તણાય ગયેલ. આ અંગેની જાણ તુરંત પોલીસને કરાતા સીટી પીઆઇ વી.કે.પટેલ પોલીસ સ્ટાફ સાથે બનાવના સ્થળ પર પહોંચી જઇ નગરપાલિકાની ટીમ તેમજ શહેરના સેવા ભાવી હારૂનભાઇ રફાઇ તેમના મિત્ર ગોવો ઉર્ફે ગોયલને બોલાવી મોડી રાત સુધી પાણીમાં શોધખોળ કરેલ પરંતુ કોઇ પતો લાગેલ ન હતો.

લોકોમાં થતી ચર્ચા મુજબ યુવક જુના પાંચ પીપળા રોડ પર રહેતો હોય તે તેની પ્રેમીકાને લઇને બાઇક પર જતો હતો અને બન્નેતણાઇ ગયા હતા.

આ બનાવ અંગે સીટી પી.આઇ. વી.કે. પટેલે જણાવેલ કે અમોને ેજાણ થતા પાણીમાં તરવૈયાઓ મારફત તપાસ કરાવેલ પરંતુ રાત્રે અંધારૂ હોય ટોર્ચબતી તેમજ જે.સી.બી.ની લાઇટ દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ મોડી રાત સુધી કોઇ પત્તો લાગ્ય ન હતો.

દરમિયાન એનડીઆર.એફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છ.ે અને શોધખોળ હાથ ધરવામાં આવી છ.ે

(1:15 pm IST)