સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુરતના અપહ્ય્ત બાળકને મોરબી પોલીસે મુકત કરાવ્યોઃ પરપ્રાંતીય દંપતિની ધરપકડ

પકડાયેલ દંપતિએ ભોગ બનનાર પરપ્રાંતિય બાળકના પરિવાર પાસે ખંડણી માંગી'તીઃ સુરત પોલીસને હવાલે કરાયા

મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે દંપતિને પકડી પાડી સુરત પોલીસના હવાલે કર્યા હતા.

સુરત જીલ્લાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબી વિસ્તારમાં રાખી ખંડણી માંગતા હોય તેવી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યની માહિતીને પગલે મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જુદી ટીમો બનાવી હતી. દરમિયાન ે ખાખરેચી ગેટ આગળ બેઠા પુલ તરફ જતા રોડ પર અપહરણ થયેલ બાળકને લઈને એક દંપતી જેવા લાગતા બે શખ્શોને રોકીને પૂછપરછ કરતા શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૮) રહે સુરત શહેર અને રાની દેવી શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૫) વાળાએ સચિન નંદકિશોર યાદવ (ઉ.વ.૧૧) રહે સુરત વાળાનું સુરતથી અપહરણ કરી લઇ આવ્યાનું જણાઈ આવતા આરોપી પતિ-પત્ની બંનેની ધરપકડ કરી અપહરણ કરાયેલ બાળકોનો કબજો સુરત પોલીસને સોંપ્યો હતો.  દંપતિએ અપહ્ય્ત પરપ્રાંતિય બાળકના પરિવાર પાસે ખંડણી માંગી હતી. જો કે કેટલી રકમ માંગી હતી તે બહાર આવેલ નથી.    આ કામગીરીમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શકિતસિંહ ઝાલા, શેખારભાઈ મોરી, મહેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કરોતરા, રણજીતસિંહ ગઢવી, જયપાલભાઈ લાવડીયા, અજીતસિંહ પરમાર, ફતેસિંહ પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીટાબા ઝાલા અને એલસીબી ટીમના આસીફભાઇ ચાણક્ય, ભરતભાઈ જીલરીયા, જયેશભાઈ વાઘેલા સહિતની ટીમ રોકાયેલ હતી 

(1:15 pm IST)