સુરેન્દ્રનગરનાં જુની મોરવાડ પાસે નદીમાં ડુબી જતા ર ના મોતઃ એકની શોધખોળ

વઢવાણ તા.૭ : સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સારો એવો વરસાદ પડ્યો છે.ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા ના નદી નાળાઓ માં નવા નીર ની આવક આવી છે.ત્યારે જિલ્લા માં સરેરાશ૧૨૫ ઈચ કરતા પણ તાલુકાઓ માં પડેલ વરસાદ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ એ તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.
ત્યારે આજે નવરાત્રી નું આઠમું નોરતું છે.ત્યારે લોકો બાર ગામ થી પોતાના માતાજીએ નિવેધ અને વગેરે વિધિઓ કરવા માટે ગામડે આવે છે.ત્યારે મોટી સનખ્યાં માં લોકો પોતાના માતાજી એ પગે લાગી ને નિવેધ કરવા આઠમ ના દિવસે આવે છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આઠમ કાળ આઠમ બની છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ના મોરવાડ ગામે અમદાવાદ થી મોટી સખ્યાં માં લોકો નિવેધ કરવા પોતાના માતાજી એ આવીયા હતા.ત્યારે તે અરસા માં માતાજી એ પગે લાગવા જાવા નું હોવા ના કારણે ૩ લોકો ત્યાં પસાર થતી ભોગવો નદી માં ઉતર્યા હતા.
ત્યારે આ પાણી છીછરું હોવા ના પગલે આ ત્રણલોકો પાણી માં ગરકાવ બન્યા હતા.ત્યાર બાદ આ બાબત ની સ્થાનિકો ને જાણ થતાં તાત્કાલીક ફાયરબ્રિગેડ ની ટિમ ને બોલાવી હતી.અને ત્રણેય ની શોધ ખોળ હાલ શરૂ કરવા માં આવી હતી.અને મોડી રાત્રે બેઙ્ગ ના મૃતદેહ બાર નીકળ્યા હતા..