સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુરેન્દ્રનગરમાં બાઇકમાંથી વિશ્વનો બીજા નંબરનો ઝેરી સાપ ''વાઈપર'' નીકળી આવતા દોડ ધામ મચી

બાઇક ગેરેજમાં સર્વિસમાં આપવામાં આવ્યું હતું ત્યારે સીટ ખોલવામાં આવતા ૬ ફૂટ લાંબો સાપ જોવા મળ્યોઃ કારીગરો ગભરાયાઃ ૪ સાપ પકડનારથી માંડ માંડ પાંજરે પુરાયો...

વઢવાણ,તા.૭: સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ સારો એવો પડ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ ઠેર ઠેર વન્ય જીવો જોવા મળી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અનેક સ્થળો એ ઝેરી જિવાતો અને નાના નાના અશનખ્ય વન્ય ઝેરી તથા બિન ઝેરી જીવો જોવા મળી રહા છે.

રાજ હોટલ પાસે આવેલ ટેક ઓટો માં બાઇક માંથી સર્વિસ કરતા સાપ જોવા મળતા ચકચાર અને ભય ફેલાયો હતો. સુઝુકીના બાઇકની કારીગરો સર્વિસ કરી રહયા હતા ત્યારે અચાનક એક મોટો સાપ નીકળ્યો હતો. તેના ઉપર ગેરેજ માલિક અતુલભાઈ સતાણીની નજર પડતાં કારીગરોને અને આજુબાજુના વેપારીઓ આ સાપ જોવા પોતાની દુકાન બહાર દોડી આવ્યા હતા.

એકત્ર થયેલા ટોળામાં અને ગેરેજમાં કામ કરતા કારીગરો અને વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ગેરેજના નેતુભાઈએ સાપ પકડાનારને બોલાવી સાપ પકડવા કહ્યું હતું.ત્યારે આ સાપ એક સાપ પકડાનાર થી ન પકડાયો ત્યાર બાદ ૪ સાપ પકડનારએ આ સાપ પકડ્યો હતો.

આ ગેરેજ માલિક સાથે વાતચીત કરતા ધર્મેન્દ્રગઢના ગામડામાંથી એક શખ્સ સુઝુકી હિટ નામ નું બાઇક પોતાની ગેરેજ માં ફૂલ સર્વિસ માટે મૂકી ગયો હતો અને આ બાઇકનું વાયરિંગનું કામ કરતા પાછલી લાઈટમાં આ સાપ બેઠો હતો. અને ત્યાર બાદ અચાનક આ સાપ પર નઝર પડતા કારીગરો પણ ગેરેજ છોડી બાર જતા રહ્યા હતા અને ત્યાર બાદ સાપ પકડાનાર ઇમરાનભાઈએ અને ૩ અન્ય સાપ પકડનારે આ સાપ ડબ્બે પૂર્યો હતો. આ સાપ ની લંબાઈ માપતા આ સાપ ૬ ફૂટ લાંબો હતો.અને આ વાઈપર સાપ હોવા નું બાર આવ્યું હતું.અને આ સાપ વાઈપર સાપ વિશ્વનો કોબ્રા બીજા નંબર નો ઝેરી સાપ છે.

(1:12 pm IST)