સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ઓડેદરના પૂંજ ઉત્સવમાં આવવા-જવા દિવસ ટોલ દેવામાંથી મુકિત

રબારી સમાજના ઈષ્ટદેવી મમાઇ માતાજીના પૂજ ઉત્સવનો ટ્રાફિક નિવારવા કાંધલભાઇ જાડેજા દ્વારા સફળ રજુઆત

ગોસા (ઘેડ) તા.૦૭: રબારી સમાજના ઈષ્ટદૈવી મમાઈ માતાજીના પૂંજ ઉત્સવમાં આવવા-જવા માટે ટ્રાફિક દુર કરવા આજથી ૨ દિવસ  કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તરફથી પોરબંદર - સોમનાથ હાઈ-વે ઉપર ટોલટેક્ષ નાકા માંથી મુકિત આપવાના સોરઠીયા રબારી માલધારી પરિવારમાં ખુશી છવાઇ.

પોરબંદર તેમજ જૂનાગઢ એમ બે સોરઠના જિલ્લામાં સમસ્ત સોરઠીયા રબારી માલધારી સમાજમાં ઈષ્ટ દેવી તરીકે આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમા મમોઈ માતાજીના કુલ ૧૦ મઢ આવેલા છે. ત્યારે આ મમાઈ માતાજીના મઢમાં દર વર્ષે મા જગદંબાના આરાધનાના નવલા નોરતાં માં આમો માતાજીના મઢમાં પણ પૂજ ઉત્સવની ઉજવણી માતાજીના અમી કૃપા થાય જે તે મઢમાં સોરઠીયા માલધારી રબારી સમાજના લોકામાંે સલામતીની તમામ વ્યવસ્થા રબારી સમાજના જે તે મઢના મમાઈ માતાજીની ભુવાઆતાની સાનિધ્યમાં રાખીને ભારે ઉમંગ-ઉલ્લાસ થી લાખોની સંખ્યામાંં રબારી સમાજના ભાઈઓ-બહેનો પોતાના પારંગીક વેશપરિધાન સાથે જોડાઈને ઉજવતા હોયછે.

ત્યારે સોરઠ પ્રદેશમાં સોરઠીયા રબારી માલધારી સમાજમાં ઈષ્ટ દૈવી મમાઈ ના આવેલા દશ મઢ પૈકીમાં આ સાલ મમાઈ માતાજીની પ્રેરણા અને દયા થતાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને દિવાસા અને પોરબંદર જિલ્લાના ઓડેદર ગામે આવેલ મમાઈ માતાજીના મઢ ખાતે પૂજ ઉત્સવની ઉજવણી આજથી શરૂ થશે. જેમાં આજે અને કાલે એમ બે દિવસ સુધી પૂંજ ઉત્સવની ઉજવણીમાં પોરબંદર જિલ્લામાં પોરબંદર-્રસોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલા ઓડદર ગામે આવેલ મમાઈ માતાજીના મઢ એક જ જગ્યાએ થવાની હોય તેમાં દિવ્ય મમાઈ માતાજીના દિવ્યપૂંજ ઉત્સવમાં સોરઠીયા દુધમલીયા માલધારી રબારી સમાજના જયાં જયાં રબારી સમાજના લોકો વસે છે

ત્યાંથી ભારે ઉલ્લાસ સાથે લાખોની સંખ્યામાં અબાલ-અબાલ વૃધ્ધ સહિતના ભાઈઓપ્રબહેનો પોતાના પોતાના પારંગત વેશપરિધાન કરીને ઉમટી પડશે. ત્યારે આ પૂંજ ઉત્સવમાં હાઈવે રોડ પર આવવાપ્રજવા માટે વાહનોની કતારો જોવા મળશે. ત્યારે આવા સમયે ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓ સામે માથાકુટ સહિતના પ્રશ્રો ખડા થતા હોય છે.

પૂજા ઉત્સવમાં ભાગ લેવા આવનાર સોરઠીયા માલધારી રબારી સમાજના લોકોને ટ્રાફિક જામ સહિતના પ્રશ્નોે ન નડે અને સહેલાઈથી ટોલનાકાએથી તેમના વાહનો પસાર થાય તે માટે ટોલનાકાએ લેવાતી ટોલટેક્ષની ફિ માંથી મકિત અપાવી અને વિના મુલ્યે રબારી સમાજના પુંજ ઉત્સવમાં જતા હોય તેવા વાહનોને પૂજના આજના અને કાલના  એ બે દિવસથી તમામ વાહનોને રોકયા વિના પસાર કરવાની ટોલનાકાના કોન્ટ્રાકટરોની પરામર્શ કરીને  સફળ રજુઆત કરીને મુકિત અપાવી છે.જેના કારણે સમસ્ત રબારી માલધારી સમાજે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના આવા પ્રયાસને આવકારી આભારની લાગણી વ્યકત કરી છે.

(1:11 pm IST)