સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

બગસરાના નાલંદા શૈક્ષણિક સંકુલમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સંપન્ન

 બગસરા તા.૭ : નાલંદા શૈક્ષણિક સંકુલમાં જિલ્લાકક્ષાનો ડો.વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ખુલ્લો મુકાયો હતો. આ પ્રદર્શનમાં અધ્યક્ષસ્થાને એમ.જી.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી અમરેલી ઉદઘાટક સી.એમ.જાદવ, જિ.પ્રા. શિ. અતિથિ વિશેષ વસંતભાઇ મોવલીયા, સેકન્ડવાઇઝ ડીસ્ટ્રીકટ ગર્વનર તથા પ્રાચાર્ય જિ.શિ. તાલીમ ભવનના શ્રીમતી દક્ષાબેન પાઠક, આચાર્ય સંઘના પ્રમુખ અજીતસિંહ ગોહિલ, મહામંત્રી જિ.આચાર્ય સંઘના મુકુંદભાઇ મહેતા, મહામંત્રી જિ. આચાર્ય સંઘના સી.પી.ગોંડલીયા, પ્રમુખ ઉ.મા.શિ.સ.ના તુલશભાઇ મકવાણા, મહામંત્રી શ્રી ઉ.મા.શિ.સં.ના નિલેશભાઇ કોઠારીયા, મા.નિ.સ.ના પ્રમુખ પ્રવિણભાઇ વસરા, પ્રા.શિ.સં.ના મહામંત્રી હિંમતભાઇ સોરઠીયા, નિલેશભાઇ ચાંપાનેરી, એસવીએસ કન્વીનર શેખવા, રાજેશભાઇ મહેતા, ટીપીઇઓ સુરભીબેન વાઘડાળ, જગદીશભાઇ વેકરીયા, કુકાવાવ ભાવેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ ભીમાણી તેમજ બગસરા ન.પા.ના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા તથા પીજીવીસીએલના ડે.વીરડીયા સાંગાણી, જે.પી.માલવીયા તેમજ શાળા સંકુલના પ્રમુખ કાપડીયા, ટ્રસ્ટી અશોકભાઇ ઢોલરીયા, રાબડીયા, આસોદરીયા, ધડુક તમામ સભ્યો ઉપસ્થિત રહી વિજ્ઞાનમેળાનું દિપપ્રાગટય કર્યુ હતુ.

સમગ્ર સંચાલનનો દોર સંદિપભાઇ ધડુકે સંભાળ્યો હતો. ત્યારબાદ આચાર્ય શ્રીમતી સોનલબેન સાંગાણીએ મહેમાનોનુ પુષ્પગુચ્છ તથા પુસ્તકથી સન્માન કર્યુ હતુ.શાળાની બાલીકા દ્વારા સ્વાગતગીત રજૂ કરાયુ હતુ.

દક્ષાબેન પાઠક, ચાંપાનેરી અજીતસિંહ તેમજ હિંમતભાઇ સોરઠીયાએ બાળકોને વિજ્ઞાનમેળા વિશે ઉંડી સમજ આપી હતી.

આ વિજ્ઞાનમેળામાં પ્રાથમિક, માધ્યમીક, ઉ.માધ્યમિક વિભાગમાં ટકાઉ વિકાસ વિજ્ઞાન તકનીકીની અવનવી પધ્ધતિઓ દ્વારા કુલ ૧૦૫ કૃતિઓનુ ઉદઘાટન કરી વિભાગ ખુલ્લો મુકાયો હતો. શાળાના ટ્રસ્ટી શ્રી ઢોલરીયા સાહેબે પધારેલા સર્વે મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો.

(12:13 pm IST)