સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીની ભૂજ ખાતે બદલીઃ જાજરમાન વિદાય સમારોહ યોજાયો

જૂનાગઢઃ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદીની બદલી બોર્ડર રેન્જ (ભુજ) ખાતે થતા રેન્જ કચેરી જૂનાગઢના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ તરફથી તેઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતુ. આ તકે પોલીસ અધિક્ષક જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ તેમજ મદદનિશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ, પોલીસ ઈન્સ્પેકટર રેન્જ સાયબર સેલ તથા સાયબર સેલના અધિકારીઓ, આર.આર. સેલના પો.સ.ઈ. શ્રી તથા કર્મચારીઓ તેમજ રીડર શાખા તથા વહીવટી શાખાના અધિકારીઓ/ કર્મચારીઓ તથા અંગત મદદનિશ તથા કચેરીના તમામ કર્મચારીઓએ હાજર રહીને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં જૂનાગઢ રેન્જના ગર્વ સમાન અધિકારી, નિષ્ઠાવાન કર્મશીલતાને વરેલા અને બાહોશ અને પોલીદળને પરિવાર તૂલ્ય સમજીને એક ઉચ્ચ કોટિના માર્ગદર્શક તરીકે અરજદારોના ખાખી વર્ધીમાં રહેલ ભગવાન સમા આઈ.જી.પી.ને ભાવભીના હૈયે વિદાય આપેલ હતી.

(12:12 pm IST)