સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

આશાપુરા માંના દર્શન કરતા મંત્રીશ્રી ચુડાસમા

 ભુજઃરાજયના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કચ્છની મુલાકાત દરમિયાન દેશદેવી આશાપુરા માતાજીના માતાના મઢ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નોરતાના નવલા દિવસોમાં માતાના મઢે આશાપુરા માતાજીના દર્શન વેળાએ જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. બાદમાં તેઓએ નખત્રાણા ખાતેની જી.એમ.ડી.સી. કોલેજ ખાતે ઓપચારિક મુલાકાત લીધી હતી આ વેળાએ અબડાસાના ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:11 pm IST)