સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ઉપલેટાના ગઢાળામાં રોડ પર ફૂટ-ફૂટના ખાડા

 ઉપલેટા તા.૭ : ઉપલેટા તાલુકાના ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે જણાવેલ છે કે મોજ નદીના બનેલ કોઝવે ઉપર પાણીના પુરને કારણે મોટા મોટા ગાબડા પડી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. નદીમાં ગામની આગળ બનાવવામાં આવેલ ચેક ડેમ ઓવર ફલોર થતા ડેમનું પાણી આવતા કોઝવે ઉપર મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે અને અકસ્માતોના બનાવો રોજબરોજની ઘટના જેવા સાવ સામાન્ય થઇ પડયા છે.

આ રોડને તાત્કાલીક રીપેર કરવા માંગણી કરીને રોડ તાત્કાલીક રીપેર કરવામાં નહી આવે તો ગામ લોકોને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી નારણભાઇએ ઉચ્ચારી છે.

(12:10 pm IST)