સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુત્રાપાડા APMCના ચેરમેન તરીકે દિલીપભાઇ બારડની બિનહરીફ વરણી

સુત્રાપાડા તા.૭ : સુત્રાપાડા એપીએમસીની મિડ ટર્મ પૂરી થતા શ્રી જિલ્લા રજીસ્ટ્રાર આર.પી.ખરાડી ગિરસોમનાથ જિલ્લાના અધ્યક્ષસ્થાને મિડ ટર્મ ચેરમેનની વરણી અંગે મીટીંગ મળતા જીલ્લા રજીસ્ટ્રારે હાજર રહેલ તમામ ડીરેકટરોને  ચેરમેનની ઉમેદવારી માટે ફોર્મ ભરવા જણાવેલ પરંતુ તેમાં દિલીપભાઇ જશાભાઇ બારડનું એકનુ જ ફોર્મ આવતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા દિલીપભાઇ જશાભાઇ બારડને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ.

આ મીટીંગમાં સુત્રાપાડા એપીએમસીના સ્થાપક અને પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ તેમજ તમામ બોર્ડ ઓફ ડીરેકટરો જેમાં મેરામણભાઇ દાસાભાઇ વાજા, દિલીપભાઇ કાળાભાઇ ઝાલા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, એભાભાઇ સામતભાઇ મેર, પ્રતાપભાઇ અરજણભાઇ પરમાર, ભીખુભાઇ ઝાલા, કાનજીભાઇ રાનાભાઇ નકુમ, કનકસિંહ હમીરભાઇ વાળા, પ્રવિણભાઇ લખમણભાઇ બારડ, રામભાઇ ગોવિંદભાઇ વાઢેર તેમજ શ્રીમતી મણીબેન કાળાભાઇ બારડ તેમજ સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સદસ્યો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો  વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

સુત્રાપાડા એપીએમસીના ચેરમેન તરીકે દિલીપભાઇ જશાભાઇ બારડ બિનહરીફ ચુંટાતા તમામ ક્ષેત્રના આગેવાનો તેમજ ખેડૂત ભાઇઓએ આનંદની લાગણી વ્યકત કરેલ અને દિલીપભાઇ બારડને શુભેચ્છા પાઠવી છે.

(12:10 pm IST)