સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ઉપલેટા : પાર્ટી પ્લોટોમાં નવરાત્રીની ભારે જમાવટ

ઉપલેટા, તા. ૭ : શકિત અને ભકિતની આરાધના સમાન નવરાત્રી પૂરા ગુજરાતમાં રંગ જમાવી રહી છેે ત્યારે ઉપલેટામાં ભાયાવદર રોડ ઉપર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ અને બાપુના બાવલા ચોકમાં આવેલ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવેલ પાર્ટી પ્લોટમાં યુવા હૈયાઓ મન મૂકીને નાચી જુમી રહ્યા છે. નાના ભુલકાઓ પણ રાત્રે નવ વાગ્યે અને રંગબેરંગ કપડા પહેરીને પાર્ટી પ્લોટમાં પહોંચી જાય છે. આ નાના ભુલકાથી યુવાન હૈયાઓની સંગીતને સથવારે ઝુમતા જોવા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

પ્રથમ દિવસે એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં અને ક્રિષ્ના ગ્રુપ બન્નેનો એકજ દિવસ ઉદ્ઘાટન સમારોહ હોય બન્ને પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય લલીત વસોયા, તાલુકાપંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, ધવલ માંકડીયા, રમણીક લાડાણી, હરિભાઇ ઠુ઼મર, વલ્લભભાઇ સખીયા, અમીતભાઇ શેઠ, ધરણાંતભાઇ સુવા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટવાળા, લાલાભાઇ ધાબી, રજાક હીંગોળા, મયુરભાઇ સુવા, ભાદાભાઇ બોરખતરીયા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, સંજયભાઇ બોરખતરીયા, ભાવેશભાઇ સુવા, રાજન સુવા સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી નવરાત્રીમાં થનગનતા યુવા હૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(12:09 pm IST)