સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જસદણ કથામાં પોથી દર્શન કરતા મંત્રીશ્રી બાવળીયા

જસદણ તા.૭: અહિંના જલારામ મંદિરે ચાલતી કથા અને દર્શનનો લ્હાવો કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ લેતા ભાવીકજનોમાં આનંદ છવાયો હતો. વ્યસતા વચ્ચે પણ કેબિનેટ મંત્રીએ સમય ફાળવી પોથી દર્શન કરી બ્રહ્મલીન સંત શ્રી હરિરામબાપાના ચરણ વંદન કર્યા હતા અત્રે નોંધનીય છે કે જસદણના આ જલારામ મંદિરમાં વર્ષોથી બન્ને સમય વિના મૂલ્યે નાતજાતના ભેદભાવ વગર ભુખ્યાજનોને ભોજન આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ અન્નદાનની જયોત પૂજય હરિરામબાપાએ જસદણમાં નહીં પરંતુ આટકોટ નાગપુર જેવા અનેક શહેરોમાં પ્રગટાવી છે તેનો સીધો લાભ અનેક ગરીબો જરૂરીયાતમંદોને દરરોજ મળી રહ્યો છે.

(12:09 pm IST)