સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

માળીયાં મિંયાણાના વેજલપર ગામે લુપ્ત થતી ધોધા ગરબા ફેરવવાની પરંપરાને ઉજાગર કરતી બાળાઓ

માળીયાં બુખારી દ્વારા)માળીયા મિંયાણા,તા.૭:વેજલપર સહીતના ગામડાઓમા આજે પણ ગરબા માથે લઈ જુની પરંપરાને જીવંત રાખવા બાળાઓ ગરબા ફેરવી માતાજીની આરાધના કરે છે

માળીયામિંયાણાના વેજલપર ગામે બાળાઓ તેમજ બાળકો લુપ્ત થતી દ્યોદ્યા ગરબા ફેરવવાની પરંપરાને ઉજાગર કરવા મોંદ્યા ભાવના રંગબેરંગી ગરબા ખરીદી માથે ગરબો લઈ સાંજના સમયે માતાજીની આરાધના સાથે દ્યરે દ્યરે દ્યોદ્યા ગરબા સાથે ગાવાની પ્રથા આજે પણ જોવા મળે છે જે ભૂલકાઓ વર્ષો જુની પરંપરાને જાળવી રાખવા નવરાત્રીના નવ દિવસ માથે ગરબો લઈ ફરે છે ત્યારે સમયના વહેંણ સાથે અનેક પરંપરામાં બદલાવ આવ્યો છે ઘણી પરંપરાઓ આધુનિક યુગની દોડધામભરી જીવનશૈલીને કારણે વિસરાઈ ગઈ છે

વર્ષો પહેલા નવરાત્રી આવતા જ કાળી માટીમાંથી ગરબા અને ઘોઘા બનાવતા હતા એ ઘોઘા કે ગરબા નાના બાળકો આસપાસના વિસ્તારોમાં ઘરેઘરે ફરીને ઘોઘા ગાતા હતા અને નવરાત્રીને છેલ્લા દિવસે લોકો દ્યોદ્યા ગાવા બદલ બાળકોને લાણી રૂપે અનાજ ચીજવસ્તુઓ આપતા હતા હવે આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે જે પરંપરા ગામડાઓ સીમીત રહી ગઈ છે જે આધુનિક જમાના પ્રમાણે છે જેમા વર્ષો પહેલા કાળી માટીમાથી બનાવતા ઘોઘા આજે માર્કેટમાં રંગબેરંગી ઘોઘા ગરબા ૧૦૦ થી ૧૩૦ ના મળે છે છતાં ગામડાઓના બાળકો મોંદ્યાભાવના ગરબા ખરીદી વર્ષો જુની લુપ્ત થતી ઘોઘા ગરબા ફેરવવાની પરંપરાને જાળવી રાખવા ભૂલકાંઓ ગરબા માથે લઈ સાંજના સમયે નીકળી જાય છે.

વર્ષો પહેલા અનાજ લાણી રૂપે અપાતુ જે આજના આધુનિક જમાનામાં ચોકલેટ પીપર અને પૈસા અપાઈ છે જેનો બાળકો આનંદની સાથે માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે અત્રે ઉલ્લેખનીય છેકે શહેરી વિસ્તારમાં આ રીતે કયાંક કયાંક ઘોઘા ગાતા બાળકો ભાગ્યેજ જોવા મળે છે આ પરંપરા જે રીતે લુપ્ત થઈ રહી છે તે જોતા આવનારી પેઢીને હવે ઘોઘા શુ છેે વિશે જરાય ગતાગમ નહી પડે તેવું હાલના સમયથી દેખાય રહ્યું છે

આમ વેજલપર ગામે વર્ષો જુની પરંપરા આજે પણ જોવા મળે છે જે નાની બાળાઓ માથે ગરબો અને હાથમાં થાળી અગરબતી લઈ નિકળે ત્યારે વાતાવરણ ભકિતમય બની જાય છે જે પરંપરા આવનારા સમયમાં કદાચ લુપ્ત થઇ જાય તો નવાઈ નહી.

(12:08 pm IST)