સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

અમરેલીમાં ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા પ્લાસ્ટીક જનજાગૃતિ ઝુંબેશ યોજાઇ

અમરેલી : વસંતભાઇ ગજેરા સ્થાપીત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરી. ટ્રસ્ટ સુરત સંચાલીત શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પિ. અમરેલી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવણી પ્રસંગે મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ દ્વારા સમગ્ર સિવિલ હોસ્પિટલ કેમ્પસ પરિસરમાં જાતે સફાઇ કરીને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમગ્ર જિલ્લાને ઉતમ પ્રેરણા પુરી પાડી હતી. વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે, દરેક નાગરીક સ્વયંશિસ્તથી કચરો જયા ત્યા ન ફેકવાની ટેવ કેળવાય તથા પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જ આપણે સૌ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશુ. સિવિલ હોસ્પિટલ સમગ્ર સ્ટાફ દ્વારા આયોજીત સફાઇ અભિયાનમાં સિવિલ સર્જન ડો.રાઠોડ, ડો.કાપડીયા, ડો.મહેશભાઇ વાટલીયા, ડો.સતાણી સ્થાનિક સંચાલક પીન્ટુભાઇ ધાનાણી, શાંતાબા મેડીકલ એન્ડ સિવિલ જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, પ્રાધ્યાપકશ્રીઓ, ટેકનીશ્યન નર્સીસ, વિ.એ સમગ્ર કેમ્પસમાં સફાઇ અભિયાન હાથ ધરીને સ્વચ્છતા જાળવવાના સામુહીક સંકલ્પો લીધા હતા. (તસ્વીર : અરવિંદ નિર્મળ, અમરેલી)

(12:05 pm IST)