સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

અમરેલીના રસ્તાના કામો માટે રૂ.૧૨.૯૩ કરોડ ફાળવવા મંજુરી

અમરેલી,તા.૭:જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક તથા ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ નિરગુડે દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી દિવાળી પહેલા અતિ બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની પેટા યોજના મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકાના માર્ગો અને ગટરના કામો માટે રૂ. ૧૨.૯૩ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં નગરપાલિકા દ્વારા ૮૧ જેટલા અતિ બિસ્માર માર્ગોની યાદી બનાવવામાં આવી હતી. આ યાદી મુજબ પ્રાથમિકતા નક્કી કરી દિવાળી પહેલા સમારકામ પૂર્ણ કરી દેવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

(12:00 pm IST)