સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

બાબરામાં ૨૩મીએ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

૧૫મી સુધીમાં અરજી કરવીઃ ખેડૂત સહાય માટે ૩૧મીની મુદત

અમરેલી, તા.૭:તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૩મી ઓકટોબર ના મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫મી ઓકટોબર સુધી મામલતદારશ્રીની કચેરી બાબરાને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' અવશ્ય લખવાનું જણાવેલ છે.

આ કાર્યક્રમમાં સામુહિક, નીતિ વિષયક, કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો કે કર્મચારી વિષયક પ્રશ્નો રજુ થઇ શકશે નહિ જેની નોંધ લેવા મામલતદારશ્રી બાબરાની યાદીમાં જણાવેલ છે.

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં સહાય

અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રો માટે આઈ - ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in મારફતે તા. ૩૧મી ઓકટોબર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવનાર છે. રસિક ખેડૂતમિત્રો જરૂરી સાધનિક પુરાવા સાથેની ઓનલાઇન અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અમરેલી ખાતે મોકલી આપવાની રહેશે.

આ ઉપરાંત અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેન્ક ખાતા, આધારકાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે. વધુ માહિતી માટે ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ નો સંપર્ક સાધવો.

ખેતી પાકોને નુકસાનના પાક વીમા બાબત

અમરેલી, તા.૭:પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અંતર્ગત જે ખેડૂતોએ જે તે પાકમાં ફસલ વિમા યોજનામાં પ્રીમીયમ ભરેલ હોઈ પોસ્ટ હાર્વેસ્ટીંગ તથા ઉભા પાકમાં વ્યકિતગત રીતે પાકને નુકશાન થયેલ હોઈ તો વીમા કંપનીના ટોલ ફી નંૅં ૧૮૦૦-૨૦૦-૫૧૪૨ અથવા ૧૮૦૦-૧૦૩-૨૨૯૨ નુકશાની વિગતોની નોંધણી કરી શકાશે.તથા યુનિર્વસલ સોંપો જનરલ ઈન્ફરન્સ કંપની, ૪૦૧, ચોથો માળ, થર્ડ આઈ-૧, હેવમોર રેસ્ટોરન્ટ સામે, પંચવટી ચાર રસ્તા, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬ અથવા ઈ-મેલ nirav.acharya@universalsompo.com પર જરૂરી ડોકયુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આધાર કાર્ડ, ૭ ,૧૨ અને ૮-અ, બચત બેંક પાસ બુકની નકલ, ધીરણ લીધેલ હોઈ તેની પ્રીમીયમ ભર્યાનુ ઓનલાઇન પત્રકની વિગત સાથે જોડવી,વધુ વિગતો માટે તાલુકા કક્ષાએ વીમા કંપનીના પ્રતિનિધિ, તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખાનો સંપર્ક કરવો, તે ઉપરાંત જીલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તથા નાયબ ખેતી નિયામકશ્રી (વિ), બહુમાળી ભવન-અમરેલી સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

આઈ. ટી. આઈ. રાજુલા જાફરાબાદ ખાતે  એડમિશનની કાર્યવાહી

રોજગારીની ઉજ્જવળ તકો ધરાવતા આઈ.ટી.આઈ રાજુલા અને જાફરાબાદ ખાતેના વેલ્ડર કમ ફેબ્રીકેટર, સોલાર ટેકનિશિયન (ઇલેકિટ્રકલ), કોપા, મિકેનિક ડીઝલ એન્જીન, ફીટર, વાયરમેન, આર્મેચર મોટર રીવાઇંડીંગ જેવા પ્રોફેશનલ ટ્રેડમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ૧૪ ઓકટોબર સુધી ચાલુ રહેશે તો ધોરણ ૮ અને ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂમાં પ્રમાણપત્રોની નકલો સાથે આઈ.ટી.આઈ રાજુલા અને જાફરાબાદ ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(12:00 pm IST)