સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

અમરેલી : સાંતલી સિંચાઇ યોજના માટે જમીન સંપાદન વહેલી તકે કરવા રજૂઆત

અમરેલી, તા.૭ : સાંતલી ડેમ વિકાસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજુઆતમાં સાંતલી સિંચાઇ યોજના (ડેમ) માટે જમીન સંપાદનની કામગીરી વહેલી તકે કરવા માંગણી કરી છે.

અમરેલી સિંચાઇ જળ સિંચાઇ વિભાગ દ્વારા અમરેલી તાલુકાના બાબાપુર ગામે સાંતલી સિંચાઇ યોજના (ડેમ)ની કામગીરી શરૂ છે. હાલ આ યોજનાની પ્રીલીમરી સર્વેની કામગીરી માટેના ટેન્ડર પણ ઇસ્યુ થઇ ગયેલ છે. ગુજરાત સરકાર દ્વારા સાંતલી સિંચાઇ યોજના (ડેમ)ને સૈદ્ધાંતિક મંજૂરી તથા વહીવટી મંજુરી ર૦૧૭માં અપાયેલ છે. સને ૧૯૧૭/૧૮ના સામાન્ય બજેટમાં પણ આ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનામાં અવાતા ગામોના ખેડૂતો દ્વારા પણ ૯પ% સંમતિ મળી ગયેલ છે. આ યોજનાને દિલ્હી સ્થિત સીડબ્લ્યુસી (સેન્ટ્રલ વોર કમિશન) દ્વારા પણ મંજુરી મળી ગયેલ છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:58 am IST)