સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

દામનગરના બહારપરામાં ફરતી ગરબીના દર્શન ઉમટતા શહેરીજનો

 દામનગર,તા.૭: દામનગર શહેરમાં ફરતી ગરબી થી પ્રસિદ્ઘ બહાર પરા ગરબી મંડળ વર્ષોથી આકર્ષણ નું કેન્દ્ર રહ્યું છે શકિત પર્વ નવરાત્રીમાં ફરતી ગરબીના દર્શન માત્રથી ભાવિકો દૈવી અનુષ્ઠાન ને પૂર્ણ માને છેબહાર પરા મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ માં વર્ષોની પરંપરા જાળવી છે અતિ સાત્વિક રાસોત્સવ દ્વારા જ શકિત ની સાધન કરે છે દરરોજ રાસોત્સવ માં પધારતા બહેનો બાળા ઓ અને હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે અલ્પહારની વ્યવસ્થા કરવાની પરંપરા જાળવી રાખતી ફરતી ગરબી સતત ઇલેટ્રિક ઉપકરણોના માધ્યમ થી સતત ફરતી જ રહે તેવી ગોઠવણ બહાર પરા મિત્ર મંડળ આયોજિત ફરતી ગરબીમાં સાત્વિક રાસોત્સવ ને શકિત પર્વની સાધનામાં આવતી બાળાઓને પ્રોત્સાહિત કરતા આયોજકોની સુંદર વ્યવસ્થા જોવા મળી હતી

બહારપરા મિત્ર મંડળ ના કરમશીભાઈ કાસોદરિયા ગોબરભાઈ નારોલા જયતિભાઈ નારોલા ભીખાભાઈ કાનાણી ગોરધનભાઈ મેરુલિયા ઘનશ્યામભાઈ નારોલા ભગવાનભાઈ નારોલા શામજીભાઈ ભાદાણી સહિતના મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરાયું.

(11:56 am IST)