સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

માણાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પ

માણાવદર : અહીના રઘુવીર યુવા ગૃપ દ્વારા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી એક જ દિવસમાં તત્કાલ કેમ્પ યોજી ૬૬ બોટલ બ્લડ એકઠુ કર્યુ હતુ. રઘુવીર યુવા ગૃપના આગેવાન અને મહેર સમાજ દ્વારા આયોજીત કેમ્પમાં લીલાભાઇ સુત્રેજા તથા યુવાનોને હાલ ગંભીર રોગચાળાના કારણે બ્લડ બેંકોમાં બ્લડની જરૂરત વધુ રહેતી હોય તેની જાણ થતા જ એક જ દિવસમાં ૬૬ બ્લડ બોટલ એકત્ર કર્યુ જેમાં દિલીપ કિશાન સંઘ, પાલિકા સભ્ય તુષાર કૈલા તથા સર્વજ્ઞાતિજનોના સહયોગથી આ કેમ્પ યોજી રકતદાન એકઠુ કરી કોઇની જીંદગી બચાવવા પ્રયાસો કર્યા છે. તસ્વીરમાં રકતદાન કરતા યુવાનો નજરે પડે છે. (તસ્વીર : ગીરીશ પટેલ)

(12:04 pm IST)