સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ભુજની સરકારી હોસ્પિટલમાં ૧૫ વર્ષની સગીરા માતા બનીઃ બાળ વિવાહનો કિસ્સો!!

ભુજ તા.૦૭:   ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ખેત મજૂર પરિવારની સગીરા પ્રસુતિ માટે દાખલ થઈ હતી. જેની સિઝીરિયન કરીને પ્રસુતિ કરાતાં તેણે ગત ૧/૧૦ ના બાળકને જન્મ આપ્યો હતો.

જોકે, નવજાત શિશુ એનઆઇસીયુમાં હજી સારવાર હેઠળ છે. દરમ્યાન તબીબોને એ ધ્યાને આવ્યું હતું કે, આ પ્રસૂતા માતાની વય ૧૫ વર્ષ અને ૪ મહિનાની છે અને તે સગીર છે. એટલે દાખલ થયેલ આ સગીરા અંગે તેણી પદમપર (માંડવી) ગામેથી પ્રસુતિ માટે દાખલ થઈ હોવાનું અને મૂળ તે આશોદ(વાઘોડિયા, વડોદરા)ની હોવાનું તેમ જ તેને તેના પતિ વિક્રમ અરવિંદ નાયક દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાઇ હોવાનું પોલીસને જણાવીને એમએલસી કરાઈ છે.

હોસ્પિટલ પોલીસ ચોકીની ફરિયાદને આધારે ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ કિસ્સો બાળ વિવાહનો હોવાનું પ્રાથમિક તારણ છે. આદિવાસી સમાજમાં હજીયે બાળ વિવાહ થઈ રહ્યા છે. આ પતિ પત્ની માંડવી તાલુકાના પદમપર ગામે ખીમજીભાઈ લીંબાણીની વાડીએ કામ કરે છે.

(11:47 am IST)