સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુરેન્દ્રનગરના અલ્કાપુરી ચોકમાં ગરબીમાં બાળાઓ માની ભકિતમાં લિન

સુરેન્દ્રનગર તા ૭  : ઝાલાવાડમાં અલ્કાપુરી ચોકની ગરબી સુંદર અને પ્રાચીન ઢબે મહીલાઓ તથા બાળાઓ ગરબે રમતા જણાય છે. આ ગરબી વર્ષોથી પ્રખ્યાત ગરબી છે, જયારે ફકત મહીલાઓ, બાળાઓ જ ગરબીમાં માતાજીના ગરબા રમી શકે છે. આ ગરબી મહીલા મંડળ દ્વારા ઉજવાય છે, જેમાં મંડળમાં શકિતબા ઝાલા, પ્રમીલાબેન શાહ, શાંતાબેન કેલા, રેણુકાબેન, સરોજબેન, ગાયત્રીબેન, જયોતિબેન ભુતડા, માયાબેન ગેડીયા, નમ્રતાબેન, પદમાબેન, શકુંતલાબેન, ભગવતીબેન વગેરે મહીલાઓ નવરાત્રીની ગરબીનું આયોજન કરે છે.

અલ્કાપુરી સોસાયટીના સભ્યો શ્રી સુધીરદાદા,(વઢવાણ શહેર), તેઓ મંદિરના સ્થાપક, ભુપેન્દ્રભાઇ શાહ, તારાચંદ કેલા (દલસુખભાઇ) મકવાણા, દીલીપભાઇ, ઇશાંતભાઇ, અમૃતભાઇ, કિશોરભાઇ, રમેશભાઇ ભુતડા, ધનરાજભાઇ કેલા, તેઓના સાથ સહકારથી આ ગરબીમાં પાંચમા નોરતે ગરબીની રમઝટ મચાવી રાસ-ગરબા લીધા હતા. પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ શ્રી ડો. મુંજપરાના હસ્તે માતાજીનું સ્થાપન થયેલ. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રી ધનરાજ કેલા, પૂર્વ વઢવાણ નગરપાલીકા પ્રમુખ જયોત્સનાબેન મકવાણા તથા સદસ્ય ગજુભા ઉપસ્થિત રહી ગરબીની શરૂઆત કરેલ હતી.

(11:43 am IST)